બંને ખેલાડીઓ વચ્ચેનો મેચ 51 મિનિટ સુધી ચાલ્યો હતો. જેમા સિંઘુને સિલ્વર મેડલથી જ સંતોશ માનવો પડ્યો હતો.
બેડમિંટન : ઈંડોનેશિયા ઓપનની ફાઈનલમાં સિંધુને મળી હાર - gujaratinews
જકાર્તા: ભારતની ટોંચની મહિલા બેડમિંટન ખેલાડી પી.વી. સિંધુને ઇંડોનેશિયા ઓપન બેડમિંટન ટૂર્નામેંન્ટની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. રિયો ઓલિયમ્પિકના સિલ્વર મેડલ વિજેતા પી.વી સિંધુને રવિવારે રમાયેલી મહિલા વર્ગની ફાઈનલ મેચમાં જાપાનની યામાગૂચીને 21-15, 21-16 થી હરાવી હતી.
બેડમિંટન : ઈંડોનેશિયા ઓપનના ફાઈનલમાં સિંધુને મળી હાર
પ્રથમ મેચમાં ભારતીય ખેલાડીની શરુઆત સારી રહી હતી. અને એક સમયે 8-8થી બરોબરી હતી. ત્યાર બાદ સિંધુ 11-8થી આગળ નિકળી હતી.
ચોથી સીડ જાપાની ખેલાડીએ દમદાર વાપસી કરી અને સિંધુને કોઈ તક ન દેતા 21-15થી રમત જીતી હતી.
બીજી રમતમાં પણ સિંધુએ યામાગુચીને ટક્કર આપી, પરંતુ જીત નોંધાવી ન શકી
તો સેમીફાઈનલમાં ભારતીય ખેલાડીએ શાનદાર પ્રદર્શન કરતા વર્લ્ડ નંબર-3 ચીનની ચેન યૂ ફેઈને 21-19, 21-10થી હરાવી હતી.
સિંધૂએ 46 મિનિટમાં આ મેચ પોતાના નામે કર્યો હતો.