સિંધુએ આ વર્ષે સ્વિટ્ઝરલેન્ડના બાસેલમાં થયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. જો કે તેઓને ચીન ઓપનના બીજા રાઉન્ડમાં હારીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સિંધુ હવે આ હારને ભુલાવીને બેડમિંટન ટૂર્નામેન્ટમાં નવી શરુઆત કરવાના ઈરાદે ઉતરશે.
ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કે સિંધુની ટક્કર અમેરિકાની બીવન ઝાંગ સાથે થશે. સિંધુએ છેલ્લી આઠ કારકિર્દી મેચમાં વર્લ્ડ નંબર -11 ઝાંગને પાંચ વખત પરાજય આપ્યો છે. તેણે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ ઝાંગને પરાજય આપ્યો હતો. 26 વર્ષની સિંધુ 2017 માં કોરિયા ઓપનનું ટાઈટલ પોતાને નામ કરી ચૂકી છે, ત્યારે હવે તેની નજર બીજી વખત આ ખિતાબને પોતાના નામે કરવા પર રહેશે.