હૈદરાબાદ: સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ રિતુપર્ણા દાસને હાર આપી હતી, પરંતુ પોતાની ટીમ હૈદરાબાદ હન્ટર્સ પ્રીમિયર બેડમિન્ટન લીગ PBLમાંથી બહાર થઈ ગઈ છે. વર્લ્ડ ચેમ્પિયન અને રિયો ઓલોમ્પિકની સિલ્વર મેડાલીસ્ટ સિંધુએ પૂર્ણે રિતુપર્ણાને 15-7,15-8થી હાર આપી છે અને PBLમાં જીત મેળવી છે.
PBL-5માં સિંધુની જીત પણ ટીમની હાર... - huntersarmy
PBL-5 (Premier Badminton League)ની મેચમાં પીવી સિંધુએ રિતુપર્ણા દાસને સીધા સેટમાં હાર આપી છે. સિંધુએ રિતુપર્ણાને 15-7, 15-8થી માત આપી છે.
પીબીએલની શરૂઆત કરનાર મિથુન મંજુનાથે હૈદરાબાદના ટ્રંપ ખેલાડી પ્રિંયાશુ રાજાવતને 15-11,11-15,15-13થી માત આપી છે. આ પહેલા પુર્ણના ચિરાગ શેટ્ટી અને હેન્ડ્રા સેતિયાવાનને બેન લેન અને સીન વેન્ડી પર 15-12,15-9થી જીત મેળવી છે. હૈદરાબાદ માટે મિક્સ ડબલ્સમાં વ્લાદિમીર ઈવાનોવ અને એન એસ રેડ્ડીની જોડીએ ક્રિસ એડકૉક અને ગૈબ્રિ.લ એડકૉકની જોડીને 15-9 11-15 15-8થી હાર આપી છે. આ બંને ટીમો તેમના ટ્રંપ મેચ ગુમાવી 1-1 બરાબરી પર છે.
આજે બેગ્લુરુ રૈપ્ટર્સ અને અવધ વૉરિયર્સ વચ્ચે મેચ રમાશે. પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો નોર્થર્ન ઈસ્ટન્સ વૉરિયર્સ, બીજા સ્થાને ચેન્નઈ સુપરસ્ટાર્સ, ત્રીજા સ્થાને પુણે, ચોથા સ્થાને બેગ્લુરુ રૈપ્ટર્સ છે, ત્યારબાદ અવધ વૉરિયર્સ, હૈદરાબાદ હન્ટર્સ અને અંતમાં મુંબઈ રૉકેટસ છે.