ગુજરાત

gujarat

ETV Bharat / sports

COVID-19: પુલેલા ગોપીચંદે પીએમ કેર ફંડમાં આપ્યું 11 લાખ રૂપિયાનું દાન - રાજ્ય સરકારના રિલિફ ફંડમાં

પુલેલા ગોપીચંદએ પીએમ કેયર્સ ફંડમાં 11 લાખ રૂપિયા દાન કર્યા છે, જ્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારના રિલિફ ફંડમાં કુલ 26 લાખનું દાન કર્યું છે.

COVID-19: પુલેલા ગોપીચંદએ પીએમ કેર ફંડમાં આપ્યું 26 લાખ રૂપિયાનું યોગદાન
COVID-19: પુલેલા ગોપીચંદએ પીએમ કેર ફંડમાં આપ્યું 26 લાખ રૂપિયાનું યોગદાન

By

Published : Apr 7, 2020, 4:24 PM IST

હૈદરાબાદઃ રાષ્ટ્રીય બેડમિંટન કોચ પુલેલા ગોપીચંદએ કોરોના વાઇરસ વિરુદ્ધની લડાઇમાં મદદ કરી છે. ગોપીચંદે કેન્દ્ર અને રાજ્ય સરકારના રિલીફ ફંડમાં કુલ 26 લાખ રૂપિયાનું યોગદાન કર્યું છે.

પુલેલાએ પીએમ રીલીફ ફંડમાં 11 લાખ રૂપિયાનું દાન કર્યું છે, જ્યારે તેલંગણા મુખ્યમંત્રી રીલીફ ફંડમાં 10 લાખ રૂપિયા જ્યારે આંધ્ર પ્રદેશ મુખ્યમંત્રી રાહત ફંડમાં 5 લાખ રૂપિયા આપ્યા છે. ગોપીચંદે કહ્યું કે, COVID-19 સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારને પોતાના તરફથી નાનો સહયોગ કરી રહ્યો છું.

પુલેલા ગોપીચંદએ પીએમ કેર ફંડમાં આપ્યું 26 લાખ રૂપિયાનું યોગદાન

વધુમાં તેમણે ઉમેર્યું કે દેશમાં ઘણી વિવિધતા છે અને દરેક પડકારનો બાદ પણ કેન્દ્ર અને રાજ્ય સરકાર સારી રીતે કામ કરી રહી છે. દરેક લોકોએ સરકારની મદદ કરવી જોઇએ. સરકાર દ્વારા જણાવેલા નિર્દેશોનું પાલન કરો. ઘરે રહો અને સુરક્ષીત રહો.

પુલેલાએ વધુમાં ઉમેર્યું કે, સાથે મળીને આપણે આ લડાઇ જીતીશું. જ્યારે હોકીના પ્લેયર ધનરાજ પિલ્લેએ COVID-19ના પ્રભાવિત લોકો માટે 5 લાખ રૂપિયા પીએમ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.

ધનરાજ પહેલા સોમવારના રોજ ભારતના બિલિયડર્સ ખેલાડી પંકજ અડવાણીએ પણ ફંડમાં 5 લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી હતી.

ABOUT THE AUTHOR

...view details