કશ્યપે સેમીફાઈનલમાં ચૌથી સીડ ચીની તાઈપના વાંગ જૂ વેઈને 14-21, 21-17,21-18 થી માત આપી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.ભારતીય ખેલાડીએ 1 કલાક 10 મિનીટમાં મુકાબલા પર કબ્જો મેળવ્યો હતો. આ જીત સાથે કશ્યપે વેઈ વિરુદ્ધ તેમની કેરિયરનો રેકોર્ડ 3-0 કર્યો છે.
ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે ફાઈનલમાં મેળવ્યુ સ્થાન - parupallikashyap
કૈલગેરી (કનાડા) : રાષ્ટ્રમંડલ રમતના પૂર્વ ચેમ્પિયન અને ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી પારુપલ્લી કશ્યપે કનાડા ઓપન BWF સુપર-100 ટૂર્નામેન્ટના ફાઈનલમાં પ્રવેશ કર્યો છે.
Canada Open: પારુપલ્લી કશ્યપે ફાઈનલમાં મેળવ્યુ સ્થાન
ફાઈનલમાં વર્લ્ડ નંબર-36 કશ્યપનો સામનો વર્લ્ડ નંબર-126 ચીનના લી શી ફેંગ સાથે થશે. જેની સામે કશ્યપ પ્રથમ વખત ટક્કરાશે.