ગુજરાત

gujarat

ETV Bharat / sports

દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

નંદુ નાટેકર (Nandu Natekar)ના પરિવારના નિવેદન અનુસાર, "કોવિડ -19 માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને શોક સભાનું આયોજન કરવામાં નહીં આવે. કૃપા કરીને તમે તમારા વિચારો અને પ્રાર્થનામાં તેમને યાદ કરો."

દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન
દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

By

Published : Jul 28, 2021, 2:33 PM IST

Updated : Jul 28, 2021, 3:02 PM IST

  • દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકર(Nandu Natekar)નું નિધન
  • 1956 માં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી
  • નાટેકર 88 વર્ષના હતા

પુણે: દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકર (Nandu Natekar)નું બુધવારે નિધન થયું છે. 1956 માં આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર તે પ્રથમ ભારતીય બેડમિંટન ખેલાડી હતો.નાટેકર 88 વર્ષના હતા. કારકિર્દીમાં 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર નાટેકર વય સંબંધિત બિમારીઓથી પીડાઈ રહ્યા હતા.તેમને એક પુત્ર અને બે દિકરીઓ છે.

દિગ્ગજ બેડમિંટન ખેલાડી નંદુ નાટેકરનું નિધન

પુત્ર ગૌરવનું નિવેદન

ગૌરવે આ અંગે કહ્યું કે, "તેમનું મૃત્યુ ઘરે જ થઇ હતી છેલ્લા ત્રણ મહિનાથી તેઓ બીમાર હતા."તેઓને તે સમયના સૌથી લોકપ્રિય ખેલાડી માનવામાં આવતા હતા, નાટેકર ભૂતપૂર્વ વિશ્વના ત્રીજા નંબરના ખેલાડી હતા.

આ પણ વાંચો : કૃણાલ સંક્રમણને કારણે શ્રેણીથી બહાર, સંપર્કમાં આવેલા 8 ખેલાડીનો રિપોર્ટ નેગેટિવ

મહારાષ્ટ્રના સાંગલીમાં થયો નંદુ નાટેકરનું જન્મ

પશ્ચિમ મહારાષ્ટ્રના સાંગલીમાં જન્મેલા નાટેકરને 1961 માં પ્રતિષ્ઠિત અર્જુન એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.નાટેકર પરિવારે એક નિવેદનમાં કહ્યું, " ખૂબ જ દુ:ખની વાત છે કે અમારા પિતા નંદુ નાટેકરનું 28 જુલાઈ 2021 ના ​​રોજ અવસાન થયું છે."તેમણે વધુમાં કહ્યું કે, "કોવિડ -19 માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને, શોક સભાઓનું આયોજન કરવામાં નથી આવ્યું."

આ પણ વાંચો : Tokyo Olympics 2020, Day 6: ભારતીય મહિલા હોકી ટીમની ગ્રેટ બ્રિટનની ટીમ સામે થઈ હાર

જમૈકામાં 1965 ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું


15 વર્ષથી વધુની કારકીર્દિ દરમિયાન, નાટેકર 1954 માં પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેંડ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા અને 1956 માં સેલેંગર આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ જીતીને આંતરરાષ્ટ્રીય ખિતાબ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા હતા.તેમણે 1951 થી 1963 દરમિયાન થોમસ કપમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેમાં તેણે 16 સિંગલ્સમાંથી 12 અને 16 ડબલ્સમાં આઠ મેચ જીતી હતી.તેમણે જમૈકામાં 1965 ની કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Last Updated : Jul 28, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details