ગુજરાત

gujarat

ETV Bharat / sports

ડેનમાર્ક ઓપન ટુર્નામેન્ટમાંથી ભારત બહાર - gujaratisportsnews

ઓદેંસી : વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોર્લ્ડ મેડલ જીતનારી ભારતની પી.વી.સિંધુ ગુરુવારે ડેનમાર્ક ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી.

etv bharat

By

Published : Oct 17, 2019, 10:17 PM IST

મહિલા વર્ગના પ્રથમ રાઉન્ડના મેચમાં દક્ષિણ કોરિયાની 17 વર્ષીય એન.સે.યંગે સિંધુને સીધા ગેમમાં 21-14, 21-17થી હાર આપી હતી.

આ હાર સાથે સિંધુ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ હતી. બંને ખેલાડી વચ્ચે આ મુકાબલો 40 મિનીટ સુધી ચાલ્યો હતો. ઓગ્સ્ટમાં સ્વિઝરલેન્ડમાં આયોજિત વર્લ્ડ ચેમ્પિયનશીપનો ખિતાબ જીતનારી વર્લ્ડ નંબર-6 સિંધુ અને વર્લ્ડ નંબર-19 એન-યંગ વચ્ચે આજ સુધીનો પ્રથમ મુકાબલો હતો.

સાયના નહેવાલ

ક્વાર્ટર ફાઈનલમાં દક્ષિણ કોરિયાની ખેલાડીનો સામનો સ્પેનની દિગ્ગજ કોરોલિના મારિન સામે થશે. ઓગષ્ટમાં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ખિતાબ જીત્યા બાદ સિંધુ સતત 3 ટૂર્નામેન્ટમાં નાકામ રહી છે.

પી.વી સિધું

વર્લ્ડ ચેમપિયનશીપમાં બોન્ઝ મેડલ વિજેતા બી.સાંઈ પ્રણીત અને સમીર વર્મા પણ પ્રી-ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં હારી ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે.

ભારતીય બેડમિન્ટન ખેલાડી સમીરનો સામનો ચીનના દિગ્ગજ ચેન સાથે થયો હતો. જેમણે ભારતીય ખેલાડીને 38 મિનીટમાં 21-12, 21-10થી હાર આપી હતી.

ABOUT THE AUTHOR

...view details