બુધવારના રોજ કલકત્તામાં દુર્ગા પૂજા યોજાઈ હતી. જેમાં ભારતીય બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ મુખ્ય મહેમાન બની હતી.
કલકત્તાની દુર્ગા પૂજામાં પી.વી સિંધુએ આપી હાજરી - પી.વી સિંધુ દુર્ગા પૂજા કરી
કલકત્તાઃ નવરાત્રીના પાવન પર્વમાં નિમિત્તે દુર્ગા પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશેષ મહેમાન તરીકે ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ અને રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદ ઉપસ્થિત રહ્યાં હતાં.
ભારતીય મહિલા બેડમિન્ટન ખેલાડી પી.વી સિંધુ
આ કાર્યક્રમમાં વાત કરતાં પી.વી સિંધુએ જણાવ્યું હતું કે, "તેને દુર્ગા મા પર ઘણી આસ્થા છે. માના આશીર્વાદ મેળવીને જીવનમાં દરેક સફળતા મેળવવા માગે છે."
ઉલ્લેખનીય છે કે, રિયો ઓલોમ્પિકની રજત પદક વિજેતા સિંધુએ ઑગસ્ટ મહિનામાં જાપાનની નોજોમી ઓકુહારાને હરાવી વિશ્વ ચેમ્પિયનશિપમમાં ગોલ્ડ મેળવનારી પહેલી ભારતીય બની હતી. તાજેતરમાં યોજાયેલા ચીન ઓપન અને કોરિયા ઓપનની શરૂઆતમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. હાલની રેકિંગ પ્રમાણે તે છઠ્ઠા ક્રમાંકે છે. આગામી 22 ઓક્ટોમ્બરના રોજ તે ફ્રેન્ચ ઓપનમાં ભાગ લેશે.