ભારતીય જોડીએ શરુઆતથી જ ગેમ પર પકડ બનાવી લીધી હતી અને સરળતાથી પ્રથમ સેટ પર જીત હાંસલ કરી લીધી. જ્યારે બીજી ગેમમાં જાપાની જોડીએ ભારતીય જોડી સામે ટક્કર આપી તો પણ ભારતીય જોડી જીતવામાં સફળ રહી હતી.
ફ્રેન્ચ ઓપન: રંકીરેડ્ડી-ચિરાગની જોડીનું શાનદાર પ્રદર્શન, ફાઈનલમાં બનાવી જગ્યા - રંકીરેડ્ડી-ચિરાગની જોડીનું શાનદાર પ્રદર્શન, ફાઈનલમાં બનાવી જગ્યા
પેરિસ: ભારતની બેડમિંટન જોડી સાત્વિકસાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ પોતાની શાનદાર રમતને જાળવતા ફ્રેન્ચ ઓપનના ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. સાત્વિકસાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ હિરોયૂકી એંડો અને યૂતા વાતનાબેને 21-11, 25-23થી હાર આપી હતી.
french open 2019 satwiksairaj rankireddy chirag shetty stun japanese pair to enter finals
આ પહેલા ભારતની સ્ટાર સાઇના નેહવાલ અને પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઈનલ મેચ હાર્યા બાદ ફ્રેન્ચ ઓપનમાંથી બહાર થઈ ગઈ છે. સિંધુને તાઈવાનની તાઈ જૂ યિંગે હરાવી જ્યારે સાયના નેહવાલને સાઉથ કોરિયાના એન સે યંગે હરાવી હતી.
આ જીત સાથે ચિરાગ અને સાત્વિકે ભારતીય આશાઓને જાળવી રાખીને મેડલની પણ પુષ્ટિ આપી છે. ભારતીય જોડીએ આ પહેલા જાપાની જોડી વિરુદ્ધ પોતાના બંને મેચ હારી હતી અને રેકોર્ડમાં નબળું પ્રદર્શન કર્યું હતું.