નવી દિલ્હીઃ થોમસ અને ઉબેર કપ ફાઇનલ્સને કોવિડ-19 મહામારીના કારણે બુધવારના રોજ ફરીવાર સ્થગિત કરવામાં આવ્યો છે અને વિશ્વ બૈડમિંટન મહાસંગ(BWF)એ આ બન્ને વૈશ્વિક ટીમ ચેમ્પિયનશિપનું આયોજન 3થી 11 ઓક્ટોમ્બરના વચ્ચે ડેનમાર્કના આર્થસમાં કરવાનો નિર્ણય કર્યો છે.
જ્યારે આ ટૂર્નામેન્ટનું આયોજન 16થી 24 મેના રોજ થવાનું હતું. પણ વિશ્વભરમાં ફેલાયેલી મહામારીના કારણે 20 માર્ચના રોજ તેને 15થી 23 ઓગસ્ટ સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું.
COVID-19: થોમસ અને ઉબેર કપ ફાઇનલ બીજીવાર સ્થગિત BWFએ બુધવારના રોજ ફરી આ ટૂર્નામેન્ટને સ્થગિત કર્યું છે. તેમને કહ્યું કે, સપ્ટેમ્બર પહેલા આ ટૂર્નામેન્ટનું આયોજન સંભવ નથી.
વિશ્વ બૈંડમિંટન મહાસંધએ પોતાના જણાવ્યું કે, ડેનમાર્ક સરકારએ પોતાના દેશમાં મોટા આયોજન પર ઓગસ્ટ સુધી પ્રતિબંધ વધારવાનો નિર્ણય કર્યો છે. આયોજકોએ સરકાર સાથે વાતચિત કરી ટૂર્નામેંટનું આયોજન ઓક્ટોમ્બરમાં કરવાનું નક્કી કર્યું છે.
BWFના મહાસચિવ થામલ લુંડએ કહ્યું કે, અમારી પ્રાથમિકતા ખેલાડીઓની સુરક્ષા છે. અમે WHOના અને સરકાર સાથે વાતચિત કરી તેમની સલાહ પર અમે નક્કિ કર્યું કે, ટૂર્નામેંટનું આયોજન સપ્ટેમ્બર પહેલા સંભવ નથી.
વધુમાં ઉમેર્યું કે, અમને પુરો વિશ્વાસ છે કે 3થી 11 ઓક્ટોમ્બરના રોજ ચેમ્પિયનશિપનું આયોજન કરી શકાશે. BWFએ ઓલ ઇંગ્લેન્ડ ચેમ્પિયનશિપ (11થી 15 માર્ચ) પછી ઘણા ટૂર્નામેન્ટ રદ્દ કરવામાં આવ્યા છે.