હૈદરાબાદઃ કોરોના વાયરસની અસર સમગ્ર દુનિયામાં એક લાખથી વધારે લોકોને થઇ છે, ત્યારે આ વાયરસના કારણે હજારો લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ભારતમાં પણ કોરોના વાયરસથી પીડિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે કેટલીય ટૂર્નામેન્ટને રદ કરવામાં આવી છે.
2008 બાદ પ્રથમ વખત આ બેડમિન્ટન એકેડમીને બંધ કરાઇ છે. અહીંયાથી કેટલાય સ્ટાર ખેલાડિયોએ તેમની કારકિર્દીને નવી દિશા આપી હતી. આ ઉપરાંત તેમજ ભારતીય બેડમિન્ટનને નવી ઉંચાઇ સુધી પહોંચાડવા માટે પણ આ એકેડમી કામ કરી રહી છે. 2008માં આની સ્થાપના બાદ પ્રથમ વખત આ એકેડમીને બંધ કરવામાં આવી છે. ભારતના મુખ્ય રાષ્ટ્રીય બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદે 31 માર્ચ સુધી આના સંચાલનને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. તેલંગણા સરકારે COVID-19નો ફેલાવો રોકવાના પ્રયાસમાં સૂચનાઓ જારી કરી હતી. જેના કારણે સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ઇન્ડિયા (SAI) અને બેડમિંટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ હૈદરાબાદમાં પોતાની એકેડમીને બંધ કરી છે.