જાણો, મૅરી કૉમનું એશિયાઈ ચેમ્પિયનશિપમાં ન રમવાનું કારણ... - sports
ન્યૂઝ ડેસ્કઃ મૅરી કૉમે કહ્યું કે, એશિયાઈ ચેમ્પિયનશિપમાં ભાગ ન લેવાનો નિર્ણય ઑલમ્પિકમાં ક્વોલીફિકેશન માટેની એક મોટી તૈયારી છે. જ્યાં તેનો ખુબ જ કઠીન મુકાબલો થશે
ફાઈલ ફોટો
દિગ્ગજ બૉક્સર એમ.સી મૅરી કૉમે કહ્યું કે, એશિયાઈ ચેમ્પિયનશિપમાં ભાગ ન લેવાનો નિર્ણય ઑલમ્પિક ક્વૉલીફિકેશનમાં તૈયારી માટે છે. મૅરી કૉમે ગત વર્ષે દિલ્હીમાં પોતાનો છઠ્ઠો વિશ્વ ખિતાબ મેળવ્યો હતો. રશિયાનો યેકાટેરિનબર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી 2020 ટોક્યો ઓલિમ્પિક્સ માટે ક્વોલિફાય કરવાનો તેમનો ધ્યેય છે. થાઇલેન્ડમાં આગામી મહિને એશિયન ચેમ્પિયનશિપ યોજાશે.
Last Updated : Mar 21, 2019, 3:50 PM IST