મુંબઇ: લોકડાઉન બાદ ટીવી શો ફરી શરૂ થયા છે. જેનું શૂટિંગ કોરોનાથી બચાવ માટેના માર્ગદર્શિકા મુજબ કરવામાં આવી રહ્યું છે. ટીવીનો લોકપ્રિય શો 'યે રિશ્તા ક્યા કહલાતા હૈ' નો નવો એપિસોડ પ્રસારિત થયો હતો. જેમાં તમામ કલાકારો માસ્ક સાથે જોવા મળ્યા હતા. પ્રેક્ષકોને આ ગમ્યું ન હતું અને લોકોએ આનું મજાક ઉડાવવાનનું શરૂ કર્યું હતું.
નવા એપિસોડના વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઇ રહ્યા છે. જેમાં અભિનેત્રી શિવાંગી જોશી અને અલકા કૌશલ ફેસ માસ્ક પહેરેલી જોવા મળી શકે છે. આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યૂઝસે ટિપ્પણી કરી કરે "યે રિશ્તા ક્યા કહલાતા હૈ? વૈજ્ઞાનિકો હજી પણ આ પ્રશ્નના જવાબો શોધી રહ્યા છે." બીજા એક યૂઝરે ટ્વિટ કર્યું કે, "કોવિડ -19 પણ યે રિશ્તા ક્યા કહલાતા હૈ પૂર્ણ નથી કરી શક્યું.."
લોકડાઉન પછી ફરી શરૂ થયેલી સિરિયલમાં નવા ટર્ન-ટ્વિસ્ટ લાવવા સૌ કોઈ મથે છે. એમાં સ્ટાર પ્લસની ‘યે રિશ્તા કયા કહલાતા હૈ’ના મેકર્સે બહુ મોટો ટ્વિસ્ટ લીધો છે. હવે લોકડાઉન પછી ઓનએર થનારા નવા એપિસોડમાં વાર્તામાં ટર્ન આવશે અને શિવાંગી જોષી એટલે કે, નાયરાની ટ્વિન-સિસ્ટર એવી ટીના ઘરમાં એન્ટર થશે. નેચરલી બન્ને એકમેકથી બિલકુલ વિપરીત છે. નાયરા અને ટીનાનું કેરેક્ટર કરતી શિવાંગી કહે છે, ‘નાયરા આજ્ઞાંકિત વહુ છે અને તેની સામે ટીના આજની જનરેશનની બોલ્ડ અને સ્ટાઇલિશ છે. બન્ને કેરેક્ટરમાં જમીન-આસમાનનો ફરક છે. નાયરા માટે ફેમિલી સૌથી પહેલાં છે, પણ ટીના માટે તે પોતે અગ્રીમ સ્થાને છે.’
શિવાંગી જોષી લાઇફમાં પહેલી વાર ડબલ રોલ કરે છે. શિવાંગીએ કહ્યું કે, ‘લોકડાઉનમાં હું શૂટ અને સેટને મિસ કરતી, પણ એ સમયે ખબર નહોતી કે જેવું લોકડાઉન ખૂલશે કે તરત જ મને એકને બદલે બે રોલ કરવા મળશે.’