મુંબઇ: મલાઇકા અરોરા તાજેતરમાં જ એક ટેલિવિઝન રિયાલિટી ટીવી શોના આગામી એપિસોડના શૂટિંગ દરમિયાન હેલેનના જાદુમાં ડૂબતી નજર આવી હતી. મલાઇકાએ ડાન્સ બેઝ રિયાલિટી શો 'ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર'માં જજ તરીકે કમબેક કર્યું છે.
શૂટિંગ દરમિયાન, જ્યારે સ્પર્ધક શ્વેતા સ્ટેજ પર ગઈ અને હેલેનના પોપ ક્લાસિક ગીત 'પિયા તુ અબ તો આજા' પર પરફોર્મન્સ કરવાનું શરૂ કર્યુ ત્યારે મલાઇકા પોતાને રોકી શકી નહીં. તે સ્ટેજ પર ગઈ અને પ્રતિયોગી શ્વેતા સાથે આ સદાબહાર ગીત પર ડાન્સ કરવાનું શરૂ કર્યુ.
મલાઇકાએ કહ્યું, "'ઇન્ડિયા બેસ્ટ ડાન્સર' ના સેટ પર પાછા આવવાનું ખૂબ સારું લાગી રહ્યું છે.પ્રતિયોગીઓ એટલું સારું પ્રદર્શન કરી રહ્યા છે કે જજ તરીકે નિર્ણય લેવામાં અમને મુશ્કેલી પડી રહી છે. આ અઠવાડિયે અમે શોમાં બોલિવૂડના દિગ્ગજોની ઉજવણી કરી રહ્યા છે.જેને કારણે, સ્પર્ધકો તેમના ગીતો પર પ્રદર્શન કરી રહ્યા છે. "
તેમણે ઉમેર્યું, "જ્યારે શ્વેતા (સ્પર્ધકે) 'પિયા તુ અબ તો આજા' પર પર્ફોર્મ કર્યું ત્યારે હું મારી જાતને રોકી શકી નહીં. આ એક સદાબહાર ગીત છે જે અમે બધાએ જીવનમાં ઓછામાં ઓછું એક વાર સાંભળ્યુંજ હશે. "
'ઇન્ડિયા બેસ્ટ ડાન્સર' શો સોની એન્ટટેનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થાય છે.