ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન

લોકપ્રિય ધારાવાહિક શો બાલિકા વધૂ સહિત અનેક મોટા શોમાં કોમ કરી ચૂકેલી તેમજ ત્રણ વખતની રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વરિષ્ઠ અભિનેત્રી સુરેખા સિકરીનું આજે વહેલી સવારે કાર્ડિયાક એરેસ્ટ થતાં નિધન થયું છે. અભિનેત્રીએ 75 વર્ષની વયે શ્વાસ લીધા છે. તેના મેનેજરે મીડિયા સાથે શેર કરેલા નિવેદનમાં આ સમાચારની પુષ્ટિ કરી હતી.

બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન
બાલિકા વધૂની 'દાદી સા 'ના પાત્રથી પ્રસિદ્ધ થયેલી સુરેખા સીકરીનું નિધન

By

Published : Jul 16, 2021, 10:48 AM IST

Updated : Jul 16, 2021, 11:37 AM IST

મુંબઈ : લોકપ્રિય ધારાવાહિક શો બાલિકા વધૂ સહિત અનેક મોટા શોમાં ભાગીદાર રહેલી વરિષ્ઠ અભિનેત્રી સુરેખા સિકરીએ આજે 16 જુલાઈએ 75 વર્ષની વયે મુંબઇમાં અંતિમ શ્વાસ લીધા. તેના મેનેજરે મીડિયા સાથે શેર કરેલા નિવેદનમાં આ સમાચારની પુષ્ટિ કરી હતી. આજે વહેલી સવારે કાર્ડિયાક અરેસ્ટને કારણે તેનું નિધન થયું હતું. સુરેખા છેલ્લા કેટલાક સમયથી બિમાર હતી. સુરેખા સિકરીને 2020 માં બીજી વાર બ્રેઇન સ્ટ્રોક થયો હતો. ત્યારબાદ તેની તબિયત લથડતી હતી. સુરેખા સિકરીને 2018 માં લકવાગ્રસ્ત (પેરાલાઈટિક) સ્ટ્રોક થયો હતો.

કેવી રહી સુરેખા સિકરીની કારકિર્દી...

સુરેખા સિકરીએ થિયેટર, ફિલ્મો અને ટીવીમાં કામ કર્યું હતું. 1978 માં સુરેખાએ રાજકીય નાટક ફિલ્મ 'કિસા કુર્સી કા'થી અભિનયની શરૂઆત કરી હતી. સુરેખાને બે વખત બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. તેને આ સન્માન ફિલ્મ તમસ (1988), મમ્મો (1995) અને બધાય હો (2018) માટે મળ્યો હતો.

સુરેખા સિકરી NSDથી હતી પાસઆઉટ

સુરેખાનો જન્મ ઉત્તર પ્રદેશમાં થયો હતો. સુરેખાએ 1971 માં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી સ્નાતક કર્યુ હતું. 1989 માં, સુરેખાએ સંગીત નાટક એકેડમીનો એવોર્ડ જીત્યો હતો. સુરેખાના પિતા એરફોર્સમાં હતા અને માતા શિક્ષિકા હતી. સુરેખાએ હેમંત રેગ સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્ર છે જેનું નામ રાહુલ સિકરી છે.

આ પણ વાંચો:Himachal Pradesh: ભૂસ્ખલનની ઘટનામાં ગુમ થયેલા સૂફી સિંગર મનમિત સિંહનો કાંગડામાંથી મળ્યો મૃતદેહ

બાલિકા વધૂ ધારાવાહિકથી મળી હતી લોકપ્રિયતા

સુરેખા સીકરી તેની લાંબી કારકિર્દીમાં ઘણા દમદાર પાત્ર નિભાવ્યા હતા. પરંતુ એક રોલથી તેમને ઘર-ઘરમાં લોકપ્રિયતા મળી ગઈ. બાલિકા વધૂ ધારાવાહિકમાં કલ્યાણી દેવીની ભૂમિકાથી લોકપ્રિયતા મળી હતી. આ પછી સુરેખાએ 2018 માં આવેલી ફિલ્મ 'બધાઈ હો' માં દુર્ગા દેવી કૌશિકની ભૂમિકા ભજવી હતી. આ ભૂમિકામાં પણ સુરેખાએ લોકોનું દિલ જીતી લીધું હતું. સુરેખાને આ ભૂમિકા માટે રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો હતો. સુરેખા વ્હીલ ચેયર પર બેસીને રાષ્ટ્રીય પુરસ્કાર લેવા પહોંચી હતી.

Last Updated : Jul 16, 2021, 11:37 AM IST

ABOUT THE AUTHOR

...view details