ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ચિંકી મિંકીના ગ્લેમરસ લૂકે જીતી લીધાં દિલ, Dinero ગીત પર કર્યો ડાન્સ

સુરભિ સમૃદ્ધિ (Surabhi Samriddhi) ઉર્ફે ચિંકી અને મિંકી (Chinki Minki ) ને આપ જાણતાં તો હશો જ. પોતાના ફની અંદાજ અને જોડિયાં હોવાને કારણે સોશિયલ મીડિયામાં તે વધુ ચર્ચામાં રહે છે. કપિલ શર્મા શોમાં આવ્યા પછી તેમની લોકપ્રિયતામાં વધુ ચાર ચાંદ લાગી ગયા છે. હાલમાં ચિંકી મિંકીએ એક ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, તેમા તેમનો લૂક અને ડાન્સ તેમના ફેન્સે ખૂબ પસંદ કર્યો છે.

Surabhi Samriddhi
Surabhi Samriddhi

By

Published : Jul 26, 2021, 8:53 PM IST

  • જોડિયાં બહેનો ચિંકી મિંકીની ડાન્સ ધમાલ
  • સોશિયલ મીડિયામાં વીડિયો મૂકતાં જ ફેન્સે કર્યો પસંદ
  • સોશિયલ મીડિયામાં ચિંકી મિંકીના 7.8 મીલીયન ફોલોઅર્સ

ન્યૂઝ ડેસ્ક: ચિંકી મિંકીએ ટિકટોકથી પોતાની ઓળખ ઉભી કરી હતી. તેમના અનોખા અંદાજને કારણે તેમણે ઈન્ટરનેટ પર સનસની મચાવી દીધી છે. ગ્લેમર વર્લ્ડમાં પગલાં માંડતાં જ તેઓ હેડલાઈન્સમાં આવવા લાગી છે. ઈન્સ્ટાગ્રામમાં તેમના 7.8 મીલીયન ફોલોઅર્સ છે. તે બતાવે છે કે તે મોટા સ્ટારથી કમ નથી.

ચિંકી મિંકીનો વીડિયો થયો વાયરલ

તાજેતરમાં જ ચિંકી મિંકી (Chinki Minki)નો એક વીડિયો ખૂબ ઝડપથી મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે, બન્ને જોડિયા બહેનોએ આર્મી પ્રિન્ટ લૂકમાં વનપીસ પહેર્યું છે. હાઈ હિલ્સ અને હાથમાં પિન્ક કલરના બેન્ડ તેમના લૂકને અલગ જ બનાવે છે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, તે બન્ને Dinero ગીત પર ડાન્સ કરી સહી છે, અને બન્નેનો આ અદાજ તેમના ફેન્સને ખૂબ પસંદ આવ્યો છે. તેમના આ ડાન્સને ઈન્સ્ટાગ્રામ પર 6 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

આ પણ વાંચો: Instagarm Video: ચિંકી- મિંકી ડિસ્કો ડાન્સર લૂકમાં મસ્તી કરતી જોવા મળી, ગ્લેમરસ લૂક થયો વાયરલ

કપિલના શોમાં પહેલી વાર દેખાઈ હતી બન્ને બહેનો

અત્રે નોંધનીય છે કે, ચિંકી મિંકી મોડલિંગ એસાઈમેન્ટ્સ અને બ્રાન્ડ એન્ડોર્સમેટ્સનો હિસ્સો રહી ચૂકી છે. સુરભિ અને સમૃદ્ધિ નોઈડામાં જન્મેલી બન્ને બહેનોએ ટૂંકા સમયમાં પોતાની ખાસ ઓળખ ઉભી કરી છે. સુરભિ અને સમૃદ્ધિએ કપિલના શોમાં ‘પિયા પિયા ઓ પિયા પિયા’ ગીતથી એન્ટ્રી કરી હતી, અને પછી તેણે ફેન્સના દિલ જીતી લીધાં હતાં.

ABOUT THE AUTHOR

...view details