મુંબઈઃ કોરોના વાઈરસ પર વધુ એક ગીત આવી રહ્યુંં છે. 'ભાગ કોરોના' નામના મ્યુઝિક વીડિયોમાં ટેલિવિઝન સ્ટાર રુબીના દિલાક, શરદ મલ્હોત્રા, અભિનવ શુક્લા, કામ્યા પંજાબી, જિયા માણેક, દેવોલિના ભટ્ટાચારજી, ડોનાલ બિષ્ટ અને હેલી શાહ એક સાથે જોવા મળશે.
હાલ ભારતમાં ચાલી રહેલી કોરોના મહામારીના લોકડાઉન પર 'ભાગ કોરોના' રૈપને મયુર જુમાનીએ કંપોઝ કર્યુ છે અને અનુપ કેઆરએ ગાયું છે. આ ગીત 28 મે ના રોજ લોન્ચ થયું છે.