મુંબઇ: મનોરંજન ઉદ્યોગના ટોચના ટીવી નિર્માતાઓ અને કલાકારોના પ્રયત્નોને લીધે તાજેતરના રોગચાળાના સંકટ દરમિયાન સમગ્ર ભારતીય ટેલિવિઝન બિરાદરો એક સાથે ખૂબ જ વિશેષ અને મહત્વપૂર્ણ સંદેશ આપવા માટે એકઠા થયા છે.
કોરોનાની લડાઇમાં ટોચના ટીવી નિર્માતાઓ અને કલાકારો થયા એક
કોરોના વાઇરસ જેવા રોગને કારણે આખા દેશમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકાર દરેકની મદદ કરવા આગળ આવી રહી છે. આ ઉપરાંત મનોરંજન ઉદ્યોગના ટોચના ટીવી નિર્માતાઓ અને કલાકારો પણ દરેકને સાથે રાખવા માટે પ્રયાસ કરી રહ્યાં છે.
કરોના
નિર્માતા એકતા કપૂરે આ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને બીનૈર કોહલી, ગુલ ખાન, ફાજિલા અલ્લાના, અભિષેક રેગે, જેડી મજેઠીયા અને અનિલ વનવરી જેવા અન્ય ટોચના નિર્માતાઓ પણ સામેલ છે.
આ માટે બનાવવામાં આવેલો રમુજી વીડિયોમાં ઘરે જ રહેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જુદી જુદી ચેનલોના જુદા જુદા શોમાંથી આ કલાકારો સાથે આવવા પાછળનો હેતુ કોરોના સામે સરકારની લડતમાં લોકોને એક સાથે લાવવાનો છે.