ઘરવાળાએ વટાવી દીધી બધી હદો, શું રદ્દ થઇ જશે ટાસ્ક? - Toy making task in big boss 13
મુંબઈ: બિગ બોસ સિઝન 13માં હવે ઘરના સભ્યો વચ્ચે ઝઘડા થવાના શરૂ થઇ ગયા છે. આવનારા અઠવાડીયામાંથી ફાઈનલ વીકેન્ડ પણ શરૂ થઇ જશે, જેના કારણે અત્યારથી જ ઘરવાળા વચ્ચે જંગ શરૂ થઇ ગઇ છે.
બિગ બોસ સિઝન 13
બિગ બોસ સિઝન 13માં વારંવાર ઉતાર-ચડાવ જોવા મળે છે. કન્ટેસ્ટેન્ટ માટે અવાર-નવાર પડકારો વધી રહ્યા છે અને વિનરનો તાજ પોતાના નામે કરવા માટે પ્રતિયોગીઓએ પોતાના દરેક સંભવ પ્રયાસો શરૂ કરી દીધા છે. ટાસ્ક જીતવાની વાત હોઈ કે પછી પોલીટિક્સ દરેક પ્રતિયોગી પોતાનો પક્ષ મજબુત કરવામાં લાગ્યા છે. જેમ-જેમ ઘરમાં એક-એક દિવસ જઇ રહ્યો છે, તેવી રીતે ઘરવાળા વચ્ચે ઝગડાનું સ્વરૂપ મોટું થવા લાગ્યું છે.
- બન્ને ટીમમાંથી કોઈએ પણ પ્રથમ ઓર્ડર પૂર્ણ કર્યો નથી, માટે બિગ બોસ દ્વારા વધુ સામાન આપવામાં આવી રહ્યો છે. દેવોલીના અને શહનાઝ વચ્ચે જોરદાર બહસ શરૂ થઇ છે, જેમાં પારસ પણ દેવોલીનાને સપોર્ટ કરી રહ્યા છે. દેવોલીના પારસને સમજાવી રહી છે કે, તમે શહનાઝ સાથે ચર્ચા ન કરો, તેમણે કહ્યું કે જો તમે શહનાઝ સાથે હવે ચર્ચા કરશો તો હું તમામ બ્લેક રિંગ તમને આપી દઇશ, ત્યારબાદ દેવો અને શહનાઝ વચ્ચે જોરદાર ઝગડો શરૂ થઇ ગયો.
- માહિરા શર્મા ટાસ્ક દરમિયાન મસ્તી કરીં રહીં હતી, ત્યારબાદ આરતી સિંહ, શહનાઝ અને શેફાલી ઓવર એક્ટીંગ જણાવી ઘણો મજાક ઉડાવી રહ્યા છે. રશ્મિએ દેવોલીનાને જણાવ્યું કે, તાસ્ક દરમિયાન સિદ્ધાર્થે નહીં પરંતુ આરતીએ એમને દુશ્મન કહ્યો હતો. આ વાત સાંભળીને દેવોલીના ઘણી ક્રોધિત થઇ છે અને આરતીથી ખૂબ જ ચીડાય છે.
- ટાસ્કમાં બન્ને ટીમ ઈમાનદારીથી રમકડાં બનાવી રહીં છે. ટાસ્ક દરમિયાન દેવોલીના અને આસિમ વચ્ચે ધક્કા મુક્કી જોવા મળી હતી, જેના કારણે શહનાઝ ગિલ અને પારસ છાબડા વચ્ચે ઢગડો શરૂ થઇ ગયો છે. હવે બન્ને ટીમે પોતાનો ટાસ્ક પૂર્ણ કરીં લીધા છે અને સિદ્ધાર્થ શુક્લાએ ઈન્સપેક્શન શરૂ કરીં દીધું છે. સિદ્ધાર્થે અપોઝીટ ટીમના મોટાભાગના રમકડાને રિજેક્ટ કરીં નાખ્યા છે.
- ટાસ્કની શરૂઆત થઇ ચૂકી છે બિગ બોસ દ્વારા સૌપ્રથમ દરેક ટીમને 60 રમકડા બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો. ટાસ્કની શરૂઆતમાં બન્ને ટીમ વચ્ચે તણાવ વધી ગયો હતો. ટાસ્કના કારણે દેવોલીના અને સિદ્ધાર્થ શુક્લા વચ્ચે ઝગડો શરૂ થઇ ગયો હતો.
- બુધવારે ઘરમાં ટોય ફેક્ટ્રી ટાસ્ક થવાનો છે. આ ટાસ્કમાં તમામ સભ્યોને બે અલગ-અલગ ટીમમાં વહેંચવામાં આવ્યા છે. એક ટીમમાં શહનાઝ ગિલ, આરતી સિંહ, શેફાલી બગ્ગા અને સિદ્ધાર્થ શુક્લા જ્યારે બીજી ટીમમાં માહિરા શર્મા, રશ્મિ દેસાઈ, દેવોલીના, પારસ છાબડા અને સિદ્ધાર્થ ડે રહેવાના છે. અબુ મલિક આ ટાસ્કમાં સંચાલક તરીકે જોવા મળશે.
- બુધવારે નાસ્તામાં દરેક સભ્યને માત્ર એક પરાઠો મળ્યો હતો. જેના કારણે આસિમ રિયાઝે રશ્મિ દેસાઈને ઘણું સંભળાવી દીધું હતું. આસિમની વાતો સાંભળી રશ્મિની આંખોમાં આંસૂ આવી ગયા હતાં, ત્યારબાદ પારસ રશ્મિના સપોર્ટમાં આવી ગયો હતો. આસિમે રશ્મિ સાથે લડાઇ કરવામાં બીજા ધરના સભ્યો સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું.
- દેવોલીના આરતી સિંહ સાથે સિદ્ધાર્થ અંગે ચર્ચા કરી રહી છે. દેવોએ કહ્યું કે, હવે તેને તક મળશે તો તમામ સભ્યોને તે સારી રીતે જણાવશે. શહનાઝ ગિલ સિદ્ધાર્થ શુક્લા અને આરતીને ફરિયાદ કરે છે કે, રશ્મિ માત્ર એક રોટલી આપે છે.