મુંબઇઃ કોરોના વાઇરસને કારણે લોકો પોતાના ઘરમાં કંટાળી ન જાય તે માટે દૂરદર્શન પર 80 અને 90ના દશકના ચાર સીરિયલ દરરોજ ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યા છે. રામાયણ, મહાભારત, સર્કસ, શક્તિમાન અને વ્યોમકેશ બખ્શી આ સમયે દર્શકોને ખૂબ મનોરંજન કરી રહ્યા છે.
મોટાની સાથે બાળકોનું પણ ધ્યાન રાખીને દૂરદર્શન વધુ એક સીરિયલ રી-ટેલિકાસ્ટ કરવા જઇ રહ્યું છે. હવે બાળકોના સૌથી વધુ પસંદ શો 'ધ જંગલ બુક' એકવાર ફરીથી ટીવી પર દસ્તક આપવા જઇ રહ્યો છે. દૂરદર્શન ચેનેલે આ વાતની જાણકારી ટ્વીટ કરતાં આપી હતી.
'ધ જંગલ બુક'ની જાહેરાતની સાથે જ દૂરદર્શને ટ્વીટ કર્યું કે, 8 એપ્રિલથી દરરોજ બપોરે 1 કલાકે તમારો પસંદનો શો 'ધ જંગલ બુક' દૂરદર્શન પર જોઇ શકશો.