આ શોને દેશભરમાં સર્વ ઉંમરના દર્શકો પાસેથી સારો પ્રતિસાદ મળ્યો છે .દર્શકો દ્વારા આપવામાં આવતા સહકાર બદલ તેમનો આભાર માનવા અને તેમની સાથે અમુક મોજ-મસ્તી કરવા તેનાલી રામાની ટીમ અજોડ કન્ટેસ્ટ સાથે અમદાવાદમાં આવી હતી.
તેનાલી રામાના કલાકારો "મૈ ભી તેનાલી" કન્ટેસ્ટ માટે અમદાવાદમાં - tv show
અમદાવાદઃ સોની સબ પર ઐતિહાસિક મનોરંજનકાર તેનાલી રામાએ રોચક હાસ્યથી ભરપુર અને રસપ્રદ પાત્રો સાથે દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. આ શો રાજા કૃષ્ણદેવરાયના દરબારમાં દંતકથા સમાન કવિ તેનાલી રામાની વાર્તા કહે છે. જે પોતાની બુદ્ધી અને ચાતુર્યનો સમયસર ઉપયોગ કરી ગૂંચભરી સમસ્યાઓને ઉકેલી કાઢે છે.
બાળકોમાં તેનાલીરામન શો પ્રત્યે જોશ જોઈને શો દ્વારા અનોખી ફેન્સી ડ્રેસ કન્ટેસ્ટનું આયોજન કર્યું હતું. જેને મેં ભી તેનાલી રામા નામ આપવામાં આવ્યું હતું. જેમાં દર્શકોને ઇનામ જીતવાનું પણ મોકો આપવામાં આવ્યો હતો. બાળકો તેમના ફેવરિટ પાત્ર તેનાલી રામાનો વેશ સજીને તેમનો પ્રેમ દર્શાવી શકશે. આ સ્પર્ધાને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે અને કલાકર તેનાલી રામાના વેશમાં સેંકડો બાળકો ઉતરી આવશે તેવી ધારણા વ્યક્ત કરાય હતી. કલાકારોને જે રીતે મળ્યા અને તેમનો પ્રેમ બતાવ્યો તે જોતા તેઓ પણ ભારે રોમાંચિત થઈ ગયા હતા.