ગુજરાત

gujarat

ETV Bharat / sitara

'તારક મહેતા...' સિરીયલની 'દયાબેન' દિશાનો બેકલેસ ચોલીમાં કરેલો ડાન્સ તમે જોયો કે નહીં? - Social Media

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલથી પ્રખ્યાત થયેલાં અભિનેત્રી દયાબેન એટલે કે દિશા વાકાણીને ( Disha vakani ) અત્યાર સુધી તમે પરંપરાગત વસ્ત્રોમાં જોયાં હશે. જોકે, આજકાલ દિશા વાકાણીનો એક વીડિયો ખૂબ જ વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. જોકે, આ વીડિયોમાં તેઓ ગરબા નહીં, પરંતુ માછીમાર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ અંદાજમાં દિશા વાકાણીના ફેન્સે તેમને પહેલી વખત જોયા હશે.

'તારક મહેતા...' સિરીયલની દયાબેને બેકલેસ ચોલીમાં કરેલો ડાન્સ તમે જોયો કે નહીં?
'તારક મહેતા...' સિરીયલની દયાબેને બેકલેસ ચોલીમાં કરેલો ડાન્સ તમે જોયો કે નહીં?

By

Published : Jun 14, 2021, 6:05 PM IST

  • 'તારક મહેતા... ' સિરીયલના દયાબેનનો (Disha vakani ) વીડિયો થયો વાઈરલ
  • દિશા વાકાણીનો દરિયા કિનારે એક બંગલો ગીત પર ડાન્સ કરતો વીડિયો વાઈરલ
  • વીડિયોમાં દિશા વાકાણીએ ગોલ્ડન કલરની સ્કર્ટ અને બેકલેસ ચોલી પહેરી છે

અમદાવાદઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરીયલમાં દયાબેન ( Disha vakani ) જેઠાલાલના પત્ની અને ટપૂના મમ્મી તરીકે દરેક ઘરમાં જાણીતા છે. જોકે, છેલ્લાં ઘણા સમયથી દિશા વાકાણી ( Disha vakani ) સિરીયલથી દૂર છે. તેમના દર્શકો તેમને ખૂબ યાદ કરી રહ્યાx છે. તેવામાં તેમનો આ વીડિયો વાઈરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં 'દરિયા કિનારે એક બંગલો...' ગીત પર ડાન્સ કરતા નજરે પડી રહ્યાં છે. તેમનો ડાન્સ ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યો છે.

વાઈરલ થયેલો વીડિયો ખૂબ જ જૂનો છે, પરંતુ ધૂમ મચાવી રહ્યો છે

આ વીડિયોમાં (Viral Video) દિશા વાકાણીએ ( Disha vakani ) ગોલ્ડન કલરની સ્કર્ટ અને બેકલેસ ચોલી ( Backless choli ) પહેરી છે. તેમના દર્શકોએ દિશા વાકાણીને આ અવતારમાં પહેલી વખત જોયાં હશે. જોકે, વાઈરલ થઈ રહેલો આ (Viral Video) વીડિયો ખૂબ જ જૂનો છે. તેમ છતાં આ વીડિયો સોશિયલ મીડિયા ( Social Media ) પર ધૂમ મચાવી રહ્યો છે.

તેમનો ડાન્સ ખૂબ જ ધમાકેદાર લાગી રહ્યો છે

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details