- 'તારક મહેતા....' સિરીયલના પિન્કુનો નવો લૂક થયો વાયરલ
- જીમમાં બોડી બનાવતો જોવા મળ્યો પિન્કુ
- પિન્કુના નવા ફોટો સોશિયલ મીડિયા પર થઈ રહ્યાં છે વાયરલ
અમદાવાદઃ પ્રખ્યાત ટીવી સિરીયલ 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'ના એક એક પાત્ર લોકોને ખૂબ જ પસંદ પડે છે. તેવામાં ટપુ સેનાનો પિન્કુ પણ ઘણો પ્રખ્યાત છે. ત્યારે પિન્કુ એટલે કે અઝહર શેખ અત્યારે પોતાના ક્યૂટ લૂકના કારણે નહીં, પરંતુ બીજા કારણે ચર્ચામાં છે.
જીમમાં પસીનો પાડી રહ્યો છે પિન્કુ
સિરીયલમાં ક્યૂટ દેખાતો પિન્કુ અત્યારે જીમમાં પસીનો પાડીને બોડી બિલ્ડિંગ કરી રહ્યો છે. આ સાથે જ પિન્કુનો આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, પિન્કુને ભલે સ્ક્રિન સ્પેસ વધુ ન મળી હોય, પરંતુ તેમ છતાં તે ઘણો પ્રખ્યાત છે. જોકે, હાલમાં તેના બોડી ટ્રાન્સફોર્મેશનના કારણે તો તે હજી વધુ ચર્ચામાં આવી ગયો છે.