- ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર ઘનશ્યામ નાયક કેન્સરપીડિત
- કીમોથેરાપી સાથે ફરીવાર શરુ કરાઈ કેન્સરની સારવાર
- ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે આપી વધુ જાણકારી
ન્યૂઝ ડેસ્ક: 'તારક મહેતાના ઉલ્ટા ચશ્મા'ઘારાવાહિકના કલાકાર નટુકાકા એટલે કેઘનશ્યામ નાયક કેન્સરગ્રસ્ત છે. તેમની તબિયત અંગે તેમના પુત્ર વિકાસે વધુ માહિતી આપતાં જણાવ્યું (Ghanshyam Nayak health update) કે તેમની સારવાર ફરી શરુ કરવામાં આવી છે. એપ્રિલ મહિનામાં પપ્પાના ગળામાં પોજિટ્રોન એમિશન ટોમોગ્રાફી સ્કેનિંગ કરવામાં આવ્યું હતું તો તેમાં કેટલાક સ્પોટ દેખાયાં હતાં. તે સમયે તેમને જોકે કોઇ સમસ્યા અનુભવાતી ન હતી પરંતુ તેમની કીમોથેરાપી શરુ કરી દેવામાં આવી હતી.
આવતા મહિને થશે PET સ્કેન
ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે વધુમાં જણાવ્યું કે હવે તેમના પિતાને ઠીક છે અને પહેલાં જેમની પાસે સારવાર કરાવી તે ડૉક્ટર દ્વારા જ તેમની સારવાર કરવામાં આવી રહી છે. આવતા મહિને ઘનશ્યામ નાયકનું પીઈટી (PET )સ્કેન કરવામાં આવશે, જેનાથી સ્પષ્ટ થશે કે ગળામાં હાજર સ્પોટ મટી ગયાં છે કે નહીં.
તાજેતરમાં દમણ અને ગુજરાત શૂટિંગ માટે આવ્યાં હતાં
ઘનશ્યામ નાયકે પોતાના સ્વાસ્થ્યને લઇને જણાવ્યું કે હવે તેમની તબિયત ઠીક છે પરંતુ કીમોથેરાપીના સેશન ચાલુ છે અને સારવાર ફરી શરુ કરી છે. ઘનશ્યામ નાયક કેટલાક દિવસ પહેલાં જ તારક મહેતા કા ઉલટા ચશ્માના એક સ્પેશિયલ સિક્રેટ શૂટ માટે દમણ અને ગુજરાત પણ આવ્યાં હતાં. ઘનશ્યામ નાયકે કહ્યું તે તેઓ લગભગ ચાર મહિના બાદ શૂટિંગમાં ભાગ લીધો હતો અને તેમને ખૂબ આનંદ આવ્યો. સારવારની વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું કે તેમની મહિનામાં એકવખત કીમોથેરાપી થાય છે અને આશા છે કે ઝડપથી સ્વસ્થ થઈ જશે. ડૉક્ટરે જણાવ્યું છે કે તેઓ કામ કરી શકે છે તેમાં કોઇ મુશ્કેલી નથી.
4 મહિનાથી ઘેર બેઠાં હતાં
ઘનશ્યામ નાયકે આ પહેલાં જણાવ્યું હતું કે તેઓ શોના શૂટિંગ માટે ફરીવાર મુંબઈ શિફ્ટ થવાની રાહ જોઇ રહ્યાં હતાં. જેથી તેઓ શૂટિંગ શરુ કરી શકે. જોકે એપ્રિલમાં જ મહારાષ્ટ્રમાં લોકડાઉન લાગી જતાં શૂટિંગ બંધ થઈ ગયું હતું. જે બાદ કેટલાક ટીવી શો નિર્માતાઓએ પોતાના શૂટિંગ લોકેશન અલગ અલગ શહેરોમાં શિફ્ટ કરી દીધાં હતાં.