સનીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી જાણકારી આપી છે કે, પોતાના પતિ ડેનિયલ વેબર સાથે થાઈલેન્ડ પહોંચી છે. સનીને મહિલા સશક્તિકરણ એવોર્ડ, 40 અન્ડર 40 ઈનફ્લ્યૂએન્શિયલ એવોર્ડ અને ફાસ્ટેસ્ટ ગોઈન્ગ ઈન્ડિયન બ્રાન્ડ એવોર્ડ મળ્યા છે.
થાઈલેન્ડમાં સનીનું સન્માન, જાણો કયો એવોર્ડ મળ્યો? - 40 અન્ડર 40 ઈનફ્લ્યૂએન્શિયલ એવોર્ડ
અભિનેત્રી સની લિયોને થાઈલેન્ડમાં એશિયન બિઝનેસ એન્ડ સોશિયલ ફોરમની 13મી આવૃત્તિમાં ત્રણ સન્માન જીત્યાં છે. જેની જાણકારી અભિનેત્રીએ સોશિયલ મીડિયામાં થોડા ફોટો શેર કરીને આપી હતી.
આ ફોટોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, સની ખુબ જ ખુશ છે. આ એવોર્ડ સેરેમની દરમિયાન સનીએ સફેદ કલરની ડ્રેસ પહેરી હતી. જેમાં તે આહલાદક લાગતી હતી. આ અંગે અભિનેત્રીએ કહ્યું કે, મારી કૉસ્ટમેટિક લાઈન મારૂં જ રિફ્લેક્શન છે અને મેં આ દરેક પાસાને મેળવવા માટે ઘણી મહેનત કરી છે. આ પુરસ્કાર સંપૂર્ણ પણે ટીમ સ્ટારસ્ટ્રક અને ડેનિયલનો છે, જેને બ્રાન્ડની વૈશ્વિક ઓળખ મળી છે.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો, સની હવે 'કોકા કોલા'માં જોવા મળશે. થોડા સમય પહેલાં સોશિયલ મીડિયામાં સનીનો એરપોર્ટ વાળો એક વીડિયો જોરદાર વાયરલ થયો હતો. જેમાં અભિનેત્રી પતિ ડેનિયલ વેબર સાથે હતી. સનીનો એક બીજો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો હતો, જેમાં સનીએ માસ્ક પહેર્યું હતું.