ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બિગ બોસ 13માં પારસ છાબડાની આંખે સિદ્ધાર્થ શુક્લા, બોલ્યા પેટ નિકળી ગયું હતું - પારસ છાબડાનો સિદ્ધાર્થ શુક્લા પર હુમલો

મુંબઈ: બિગ બોસ 13માં હાલ સિદ્ધાર્થ શુક્લા છવાઇ ગયા છે. પોતાના પર્ફોમન્સના કારણે તેઓ જોરદાર ગેમ રમી રહ્યા છે. શો માં પારસ છાબડા સિદ્ધાર્થ શુક્લાને બદનામ કરવા માટે પ્રયાસો કરતા નજર આવ્યા છે.

બિગ બોસ 13

By

Published : Oct 19, 2019, 11:10 AM IST

બગ બોસ 13માં વારંવાર ઉતાર-ચડાવ થઇ રહ્યા છે. કન્ટેસ્ટન્ટ માટે વારંવાર પડકારો વધી રહ્યા છે અને વિનરનો તાજ પહેરવા માટે પ્રતિયોગીઓએ પોતાના દરેક સંભવ પ્રયાસો શરૂ કરી દીધા છે. ટાસ્કમાં જીતવાની વાત હોય કે પોલીટિક્સ તમામ પ્રતિયોગી પોતાનો પક્ષ મજબુત કરવામાં લાગ્યા છે. જેમ-જેમ ઘરમાં એક-એક દિવસ નિકળી રહ્યો છે. તેવી રીતે ઘરવાળા વચ્ચે અંતર વધતું દેખાઇ રહ્યું છે.

બિગ બોસમાં હાલના દિવસોમાં સિદ્ધાર્થ શુક્લા છવાઇ ગયા છે અને જોરદાર ગેમ રમતા નજર આવી રહ્યા છે. એક બાજુ બિગ બોસના ઘરના મોટા ભાગના સભ્યો તેમના વિરૂદ્ધ થઇ રહ્યા છે. પારસ છાબડા બિગ બોસ હાઉસની છોકરીઓ સાથે મીત્રતા કરીને ગેમ રમી રહ્યા છે, સિદ્ધાર્થ શુક્લા તેમને જવાબ આપી રહ્યા છે. પરંતુ, શુક્રવારના એપિસોડમાં પારસ છાબડા સિદ્ધાર્થ શુક્લાને બદનામ કરવાનો પ્રયાસો કરતા જોવા મળ્યા. પારસ છાબડા બિગ બોસ હાઉસમાં દેવોલલીના સાથે ચર્ચા કરીં રહ્યા હતાં. દેવોલીના પણ પારસની ચર્ચાને ધ્યાનથી સાંભળી રહીં હતી.

બિગ બોસ 13માં સિદ્ધાર્થ શુક્લા કામ કરી રહ્યા હતાં, તે સમયે પારસ છાબડા દેવોલીના સાથે ચર્ચા કરીં રહ્યા હતાં. દેવોલીના અને સિદ્ધાર્થની થોડા સમય પહેલા નોકજોક જોવા મળી હતી. પારસ છાબડા દેવોલીનાને જણાવી રહ્યાં હતાં કે તેમનું પેટ બહાર નીકળી ગયું છે. સિદ્ધાર્થ શુક્લાએ પોતાનું પેટ સ્ટીરોયડ ખાઈને અંદર કર્યું. આવી રીતે પારસ છાબડા ખુલ્લીને સિદ્ધાર્થ શુક્લા અંગે વાતો ફેલાવી રહ્યા છે.

બીજી બાજુ રશ્મિ દેશાઈ પણ સિદ્ધાર્થ શુક્લા વિરૂદ્ધ ગેમ રમતી નજર આવી રહી છે. રશ્મિ દેશાઈ દર વખતે એવે રીતે જોવા મળે જાણે સિદ્ધાર્થે તેમની સાથે ખરાબ વર્તન કર્યું હોય. જોકે, સિદ્ધાર્થ શુક્લાને અત્યારે જેલની સજા આપવામાં આવી છે અને તેઓ શહનાઝ ગિલની સાથે જેલની સજા ભોગવી રહ્યા છે. પરંતુ, આવનારા દિવસોમાં બિગ બોસના દિલચસ્પ ખેલાડી સિદ્ધાર્થ શુક્લા પર તેમના ફેન્સની નજર રહેશે.

ABOUT THE AUTHOR

...view details