ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શ્રુતિ બાપનાએ "બ્રીથ 2"માં તેના સમલૈંગિક પાત્ર અંગે વાત કરી - actress Nithya Menen

હાલમાં જ રિલિઝ થયેલી વેબ સીરીઝ 'બ્રીથ 2'માં અભિનેત્રી શ્રુતિ બાપના સમલેંગિક ભૂમિકા નિભાવતી જોવા મળી હતી. આ પહેલીવાર હતું જ્યારે શ્રુતિએ લેસ્બિયનની ભૂમિકા ભજવી છે. આ વિશે વાત કરતાં અભિનેત્રીએ કહ્યું કે, તે જાણતી હતી કે આ દ્રશ્યને યોગ્ય માનવામાં આવશે.

શ્રુતિ બાપના
શ્રુતિ બાપના

By

Published : Jul 21, 2020, 7:21 PM IST

મુંબઇ: એક્ટ્રેસ શ્રુતિ બાપનાએ વેબ સીરીઝ 'બ્રીથ: ઈન્ટુ ધ શેડો' માં લેસ્બિયનની ભૂમિકા ભજવી છે. તે કહે છે કે, જ્યારે તેણે આ ભૂમિકા ભજવી હતી, ત્યારે તેને આ અંગે કોઈ આશંકા નહોતી. આ પહેલી વાર છે જ્યારે શ્રુતિએ લેસ્બિયનની ભૂમિકા ભજવી છે. એટલું જ નહીં, તેણે આ સીરીઝમાં અભિનેત્રી નિત્યા મેનન સાથે લીપલોક સીન પણ આપ્યો છે.

શ્રુતિએ કહ્યું કે, "જ્યારે મને આ ભૂમિકા મળી ત્યારે મેં દ્રશ્યો વિશે વધુ વિચાર્યું ન હતું. જોકે એક અભિનેત્રી તરીકે તે સરળ નથી. મને પૂછવામાં આવ્યું કે શું તેને કોઈ લેસ્બિયન દ્રશ્ય કરવા અંગે આશંકા છે, ત્યારે મેં તે સવાલથી ઇનકાર કર્યો હતો. તેણે વધુમાં કહ્યું કે,"મેં લેસ્બિયન મહિલા તરીકે મારા પાત્ર નતાશાને સમજવા અને શોધવા માટે ખરેખર સખત મહેનત કરી છે. "તે કહે છે કે તે જાણતી હતી કે આ દ્રશ્યને યોગ્ય માનવામાં આવશે અને તે "સાચા ઉદ્દેશ" સાથે કરવામાં આવ્યું છે.

તેને પુછવામાં આવ્યું કે તેના આ પાત્ર અંગે પરિવારે કેવી પ્રતિક્રિયા આપી? તેના જવાબમાં તેણે કહ્યું કે, "તેઓ બધા ખૂબ ખુશ છે અને ગર્વ અનુભવે છે.

ABOUT THE AUTHOR

...view details