ગુજરાત

gujarat

ETV Bharat / sitara

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા સરોગસીથી ફરી માતા-પિતા બન્યા, ઘરે આવી નાની પરી - શિલ્પાની દિકરી

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બીજી વખત માતા-પિતા બન્યા છે. તેમના ઘરે બેબી ગર્લનો જન્મ થયો છે. જેનું નામ સમીષા રાખવામાં આવ્યું છે.

ETV BHARAT
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા એક વખત ફરી બન્યા માતા-પિતા, ઘરે આવી નાની પરી

By

Published : Feb 21, 2020, 1:01 PM IST

મુંબઈ:શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા બીજી વખત સેરોગેસી દ્વારા માતા-પિતા બન્યા છે. તેમના ઘરે 15 ફેબ્રુઆરીના રોજ બેબી ગર્લનો જન્મ થયો છે.

શિલ્પાએ કહ્યું કે, અમારી પ્રાથનાનો જવાબ ચમત્કારથી મળ્યો છે. આભાર સાથે અમે તમામ ફેન્સને જણાવવા માગીએ છીંએ કે, અમારા ઘરે નાની પરી આવી છે.

ઉલ્લેખનીય છે કે, શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાએ 2009માં લગ્ન કર્યાં હતાં. 2012માં તેમના ઘરે દિકરા વિયાનનો જન્મ થયો હતો.

શિલ્પા શેટ્ટીની 13 વર્ષ બાદ બૉલીવુડમાં વાપસી થઇ રહીં છે. અભિનેત્રી સાબિર ખાનની ફિલ્મ નિકમ્માથી વાપસી કરશે. આ ફિલ્મમાં શિલ્પા સાથે અભિમન્યુ દસાની અને શર્લી સેતિયા પણ મહત્વની ભૂમિકા નિભાવતા જોવા મળશે. આ ફિલ્મ જૂન 2020માં રિલીઝ થવાની છે. આ ઉપરાંત શિલ્પા શેટ્ટી હંગામા-2માં પરેશ રાવલ સાથે જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details