પટનાઃ કોરોનાના કહેરના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને લઈ અનેક લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જેમાં ટીવી અભિનેત્રી રતન રાજપૂત પણ બિહારના એક નાના ગામમાં હોમ ક્વોરનટાઈનમાં છે.
ટીવી અભિનેત્રી રતન રાજપૂત બિહરાના એક ગામડામાં હોમ ક્વોરનટાઈન - પટના ન્યૂઝ
'અગલે જનમ મોહે બિટિયો હી કીજો' સિરિયલની સ્ટાર રતન રાજપૂત કોરોના વાઈરસને કારણે બિહારના એક નાનકડા ગામમાં એકલી રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી આ અંગે માહિતી આપી છે. આ સાથે જ લોકોને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
Ratan Raajputh
આ અંગે રતન રાજપૂતે ખુદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી છે. તેણે એક વીડિયો શેર કરતાં જણાવ્યું છે કે, લોકડાઉન દરમિયાન તે બિહરના એક નાના ગામમાં ફંસાઈ ગઈ છે. કોરોનાને કારણે તે ત્યાંથી નિકળી શકે તેમ નથી. રતને પોતાને હોમ ક્વોરનટાઈન કરી છે. આ સાથે લોકેને પણ ઘરમાં જ રહેવાની અપીલ કરી છે.
રતને તેના ફોટો અને વીડિયો શેર કર્યા છે. જેમાં તે એક નાના ગામડામાં ઘરમાં બંધ જોવા મળી રહી છે.