મુંબઇઃ રામાનંદ સાગરની ક્લાસિક હીટ 'રામાયણ'માં લક્ષ્મણનું પાત્ર ભજવનાા અભિનેતા સુનીલ લહરીનો એક જૂનો ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે અને લોકો આ હેન્ડસમ લુકને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.
લૉકડાઉનના સમયમાં દૂરદર્શને લોકોના મનોરંજન માટે ફરી એકવાર 'રામાયણ'ને ટીવી પર પ્રસારિત કરવાનો નિર્ણય લીધો હતો અને હવે 'રામાયણ'ના લક્ષ્મણ પોતાની એક્ટિંગ માટે જ નહીં પરંતુ પોતાના લુક્સને લીધે પણ લોકોના દિલમાં ઘર કરી રહ્યા છે.
એક ફેને લખ્યું કે, 'મને હજી પણ યાદ છે કે, મારી બધી જ કઝિન્સને સુનીલ લહર પર ખૂબ જ ક્રશ હતો, ભારતીય ટેલીવિઝનના પહેલા એન્ગ્રી યંગ મેન #રામાયણ, #રામાયણઑનડીડીનેશનલ'