મુંબઈ: રામાનંદ સાગરની પ્રખ્યાત ટીવી સીરિયલ 'રામાયણ', જેનું દૂરદર્શન પર ફરીથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે 16 એપ્રિલના રોજ વિશ્વનો સૌથી વધુ જોવાયેલો શૉ બન્યો. ડીડી ઈન્ડિયાએ ગુરુવારે રાત્રે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર તેની માહિતી શેયર કરી હતી. તે દિવસે આ સિરિયલ લગભગ 7.7 કરોડ દર્શકોએ જોઇ હતી.
લોકડાઉનમા ઐતિહાસિક કમબેક કરનાર 'રામાયણ' સિરીયલે રેકોર્ડ તોડ્યો 'રામાયણ' પ્રેક્ષકોની માંગ પર 28 માર્ચથી ફરીથી ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. જ્યારે તે પ્રથમ પ્રસારિત થયું ત્યારે પણ, તેણે બધા રેકોર્ડ્સ તોડી નાખ્યા, અને ફરી એકવાર આ ક્લાસિક સિરીયલે તેના ઇતિહાસનું પુનરાવર્તન કર્યું.
લોકડાઉનમા ઐતિહાસિક કમબેક કરનાર 'રામાયણ' સિરીયલે રેકોર્ડ તોડ્યો રામાનંદ સાગરે વાલ્મીકિની 'રામાયણ' અને તુલસીદાસ 'રામચરિતમાનસ' પર આધારિત સિરિયલના કુલ 78 એપિસોડ બનાવ્યા હતા.
દેશમાં પ્રથમ વખત, આ સિરિયલ 25 જાન્યુઆરી 1987 થી 31 જુલાઈ 1988 ની વચ્ચે પ્રસારિત કરવામાં આવી હતી. પછી તે દર રવિવારે સવારે સાડા નવ વાગ્યે ટીવી પર આવતી હતી.
1987 થી 88 દરમિયાન 'રામાયણ' દુનિયાની સૌથી વધુ જોવાયેલી સિરિયલ બની. જૂન 2003 સુધીમાં, 'વિશ્વની સૌથી વધુ જોવાયેલી પૌરાણિક સિરિયલ' તરીકે લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં તેનું સ્થાન જાળવી રાખ્યું.
રસપ્રદ વાત એ છે કે, જ્યારે તે ફરીથી પ્રસારિત થાય છે, ત્યારે લોકો તેમના ઘરોમાં ટીવી સેટની સામે બેઠા હતા. અને જ્યારે તે પહેલીવાર ટીવી પર આવે ત્યારે, મોટાભાગના લોકો પાડોશી અથવા ગામના વ્યક્તિ કે જેની પાસે ટીવી હોય તેના ઘરે ભેગા થતા અને પછી રામાયણનો આનંદ માણતા.