- રાજ કમાણી ક્યાંથી કરે છે? કપિલનો હતો પ્રશ્ન
- કપિલ શર્મા શોમાં પૂછાયો હતો આ પ્રશ્ન
- રાજ કુંદ્રાની ગઈ રાતે પોર્નોગ્રાફિક ફિલ્મ બનાવવાના કેસમાં થઈ છે ધરપકડ
મુંબઈઃ બોલીવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટીના ( Shilpa Shetty ) પતિ રાજ કુંદ્રાને ( Raj Kundra ) સોમવારે રાત્રે મુંબઇ પોલીસે ( Mumbai Police ) અશ્લીલ ફિલ્મો બનાવવા અને કેટલાક મોબાઇલ એપ્લિકેશન દ્વારા પ્રકાશિત કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. મુંબઈ પોલીસ કમિશનર હેમંત નાગરાલેએ મોડી રાતે આપેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ આઘાતજનક કાર્યવાહી આ વર્ષે ફેબ્રુઆરીમાં પોલીસે નોંધાયેલા કેસના આધારે કરવામાં આવી હતી.
કુંદ્રાની ધરપકડની વચ્ચે ધ કપિલ શર્મા શોમાંથી ( Kapil Sharma Show) રાજ, શિલ્પા ( Shilpa Shetty ) અને શિલ્પાની બહેન શમિતા શેટ્ટીનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એ જૂના વીડિયોમાં યજમાન કપિલ શર્મા રાજને ( Raj Kundra ) એવો પણ પ્રશ્ન પૂછતો નજરે પડે છે કે તે કેવી રીતે પૈસા કમાય છે. કારણ કે રાજના બાહ્ય જીવનની એવી છાપ મળતી હતી કે પાર્ટીઓમાં ભાગ લે છે, સેલિબ્રિટીઝ સાથે ફૂટબોલ મેચ જોવેે છે અને તેની પત્ની શિલ્પાને શોપિંગ પર લઈ જાય છે.
ધરપકડ બાદ બ્રિટિશ-ભારતીય ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુંબઈ પોલીસની (Mumbai Police )ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી (Crime Branch-CID ) દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. નાગરાલેએ જણાવ્યું હતું કે, "અશ્લીલ ફિલ્મો બનાવવાની અને કેટલીક એપ્સ દ્વારા તેે પ્રકાશિત કરવા અંગે ક્રાઈમ બ્રાંચમાં કેસ નોંધવામાં આવ્યો હતો. અમે રાજ કુન્દ્રાની ( Raj Kundra ) ધરપકડ કરી લીધી છે, કારણ કે તે મુખ્ય કાવતરું કરનાર હોવાનું જણાયું છે." તેમણે ઉમેર્યું હતું કે, "આ અંગે અમારી પાસે પૂરતા પુરાવા છે અને વધુ તપાસ ચાલુ છે."