અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ
પલક તિવારીની ફેશન શૂટની તસવીરોને લોકોએ કરી પસંદ
બ્લેક કલરના ટ્યૂબ ટોપની તસવીર ચાહકોને મન ભાવી
ન્યૂઝ ડેસ્કઃ પલક તિવારી તેની માતા શ્વેતા તિવારીની જેમ જ ફિટનેસ ફ્રીક છે. માબેટીની જોડી ઘણીવાર જીમની બહાર જોવા મળે છે. પલક તિવારીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં ફરી એકવાર પલકનો ગ્લેમરસ લૂક જોવા મળી રહ્યો છે.
પલકની અદાઓ પણ જોવાલાયક
પલક તિવારીએ શેર કરેલી તસવીરો જોઈ લોકો ફરી એકવાર તેમના પર આફરીન થઈ રહ્યાં છે. લેટેસ્ટ તસવીરોમાં પલક કાળા રંગના ટ્યૂબ ટોપમાં જોવા મળે છે, જે સામેથી ખુલ્લી છે. આ તસવીરોમાં પલકની અદાઓ પણ જોવાલાયક છે. ખુલ્લા વાળ અને તેનો કિલર લૂક ચાહકોનું દિલ ધડકાવવાા માટે પૂરતો છે. કલાકોમાં જ આ તસવીરો પર હજારો લાઈક્સ આવી ગઈ હતી.
'જસ્ટ એ બ્રિટની પ્રેમી'
તસવીરો શેર કરતા પલકે 'જસ્ટ એ બ્રિટની પ્રેમી' કેપ્શન આપ્યું છે. પલકની આ તસવીરો પાછળ મોટા પીંછા પણ દેખાય છે. યૂઝર્સ પલક તિવારીના ફોટો પર સીધી પ્રતિક્રિયા આપી રહ્યાં છે. એક યુઝરે લખ્યું છે, 'શ્વેતા તિવારી જેટલી જ હોટ'. તો અન્ય એક યુઝરે લખ્યું છે, 'નેક્સ્ટ બિગ સુપરસ્ટાર'. ફેન્સ પલકની તસવીરો પર હાર્ટ અને ફાયર ઇમોજી બનાવીને પ્રેમ વરસાવી રહ્યાં છે.
આ પણ વાંચોઃ Shweta Tiwari’s Sharp Look: ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી જોવા મળી નવા લુકમાં
આ પણ વાંચોઃ સની દેઓલને કઈ વાત પર આટલો ગુસ્સો આવ્યો, કાગળ ફાડીને બોલ્યાં- ‘ગુંડા હૂં કયા?’