મુંબઈઃ લોકડાઉનમાં લોકોને મનોરંજન પૂરું પાડવા માટે લોકપ્રિય ધાર્મિક કાર્યક્રમનું પુનઃ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. રામાયણ, મહાભારત, શ્રી કૃષ્ણા અને વિષ્ણુ પુરાણ જેવા કાર્યક્રમ લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે. એક પછી એક માઈથોલોજિકલ શૉ પણ પરત ફરી રહ્યા છે.
માઈથોલોજિકલ શૉ 'ઓમ નમઃ શિવાય’નું પુનઃપ્રસારણ થશે - માઈથોલોજિકલ શૉ 'ઓમ નમઃ શિવાય’નું પુનઃપ્રસારણ થશે
લોકડાઉનમાં સૌ કોઈ પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે, ત્યારે ટીવી પર પૌરાણિત કાર્યક્રમની બોલબાલા વધી રહી છે. રામાયણ, મહાભારત, શ્રી કૃષ્ણા અને વિષ્ણુ પુરાણ જેવા કાર્યક્રમ લોકોને ખૂબ પસંદ આવી રહ્યાં છે. એવામાં આવો જ એક માઈથોલોજિકલ શૉ 'ઓમ નમઃ શિવાય’ ફરીથી પ્રસારિત થવા જઈ રહ્યો છે.
પૌરાણિક કાર્યક્રમ
રામાયણ અને મહાભારત બાદ દૂરદર્શન પર પ્રસારિત થનારા શૉ 'ઓમ નમઃ શિવાય’ કલર્સ પર ફરીથી પ્રસારિત કરવામાં આવશે. આ વાતની જાણકારી ચેનલે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટીઝર રીલિઝ કરીને આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ધીરજ કુમારના નિર્દેશન બનેલો આ શૉ સૌથી પહેલા વર્ષ 1997-1999 વચ્ચે પ્રસારિત થયો હતો, ત્યારે બાળકોથી લઈને વૃદ્ધોને આ કાર્યક્રમ ખૂબ પસંદ આવ્યો હતો. જેમાં ભગવાન શિવની ભૂમિકા અભિનેતા સમર જયસિંહે ભજવી હતી.