- થ્રીલરના તાહકોને આગામી 24 જૂને મળશે નવી Web seriesનું નજરાણું
- ષડયંત્ર વેબ સિરિઝ 24 જૂને રજૂ થશે ઓનલાઈન પ્લેટફોર્મ પર
- શેમારુમી દ્વારા દિગ્ગજ કલાકારો ધરાવતી (New web series) નવી વેબ સિરિઝ રજૂ થશે
અમદાવાદઃ શેમારૂમી ઓનલાઈન પ્લેટફોર્મ “ષડ્યંત્ર” (kshadyantra) વેબ સિરીઝ સાથે પોતાના ગુજરાતી પ્રોડક્શનની શરુઆત કરી રહ્યું છે. આ ઓરિજિનલ વેબ સિરીઝ એક પોલિટિકલ થ્રીલર ડ્રામા છે.(New web series) "ષડ્યંત્ર" વેબ સિરીઝમાં ગુજરાતી અને હિન્દી રંગભૂમિ, ટી.વી. અને ફિલ્મોના દિગ્ગજ અને મંજાયેલા કલાકારો છે. રોહિણી હટંગડી, અપરા મહેતા, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરીક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન તથા દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત. આ દરેક કલાકારોના સુંદર અભિનયથી ઓપતી આ વેબ સિરીઝ બાબુલ ભાવસાર લિખિત કથા અને સંવાદોને જીવંત રાખે છે.
વેબ સિરિઝનો પ્લોટ
પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસથી ગમશે. 'ષડ્યંત્ર' વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શૉના નિર્દેશક ઉર્વીશ પરીખ જણાવે છે, " ષડ્યંત્ર એક આવી પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શૉને શૂટ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો.
રોહિણી હટંગડીના દિલની નજીક છે વાસંતીબેનનું પાત્ર
રોહિણી હટંગડી શૉમાં પોતાના પાત્ર વિષે જણાવતા કહે છે, " હું 'ષડ્યંત્ર' નો ભાગ બનીને ખૂબ જ ઉત્સુક છું અને ખુશ છું કે આ પ્રભાવશાળી વેબ સિરીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને મળી રહી છે. મેં મારી કરિયરમાં બહુ બધા પાત્રો ભજવ્યા છે પરંતુ વાસંતીબેનનું પાત્ર મારા હૃદયની ખૂબ જ નજીક છે. આ વેબ સિરીઝનું સ્કેલ એટલું મોટું છે કે એવું લાગ્યું કે અમે કોઈ ફિલ્મનું શૂટ કરી રહ્યાં છીએ. મને ખાતરી છે મારા દર્શકો આ શૉને પસંદ કરશે."
આ પણ વાંચોઃ 47 વર્ષની ઉંમરે પણ Bollywood Actress Malaika Arora પોતાને કઈ રીતે રાખે છે ફિટ? જુઓ
ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથેની આ પોલિટિકલ થ્રીલર એક ફિલ્મ જોયાનો અનુભવ
અપરા મહેતાએ જણાવ્યું કે "હું 'ષડ્યંત્ર' નો ભાગ બનીને ખુશ છું. ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથેની આ પોલિટિકલ થ્રીલર એક ફિલ્મ જોયાનો અનુભવ કરાવશે. અને આ વેબ સીરીઝનો હું હિસ્સો છું એનો મને આનંદ છે. પન્નાબેનનું પાત્ર દર્શકોને ચોક્કસથી ગમશે. ઓનલાઈન પ્લેટફોર્મ આ શૉ તમે 24મી જૂનથી નિહાળી શકશો. વંદના પાઠક જેઓએ આ શૉમાં ખૂબ જ મહત્વનું અને જટિલ પાત્ર નિભાવ્યું છે એ જણાવે છે "આ મારો ખૂબ જ સ્પેશ્યિલ પ્રોજેક્ટ છે અને કલાકાર તરીકે આનાથી વધારે સારું હું બીજું શું માગી શકું. 'ષડ્યંત્ર' એ ખુબ જ રસપ્રદ વિષય છે જેમાં ઘણા મોટા મુદ્દાઓ વિષે વાત કરવામાં આવી છે અને જે રીતે પ્લોટ અને પાત્રોને દર્શાવવામાં આવ્યાં છે એ અદભુત છે. દર્શકો આ શૉના બધા જ પાત્રોને પસંદ કરશે. હું મારા ફેમિલી સાથે આ સિરીઝ 24મી જૂનના રિલીઝ થશે એ જોવા માટે તલપાપડ થઇ રહી છું."