- નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
- સકારાત્મકતાથી હેન્ડલ કરી રહી છે પરિસ્થિતી
- 31મેના રોજ કરણ વિરૂદ્ધ નોંધાવી હતી
ન્યૂઝ ડેસ્ક: એક્ટ્રેસ નિશા રાવલના પતિ "યે રિશ્તા ક્યા કહેલાતા હૈ" ફેમ કરણ મેહરા પર મારપિટ અને હેરાનગતિનો આરોપ છે. ત્યારે નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તે આ પરિસ્થિતીને કેવી રીતે હેન્ડલ કરી રહી છે. આ પોસ્ટમાં તેણે ગોલ્ડન રંગના ડ્રેસમાં ફોટો શેર કર્યો છે. તેમાં તે ખુબ જ સકારાત્મક જણાઈ રહી છે અને સકારાત્મકતાથી આ તમામ મૂશ્કેલીઓનો સામનો કરી રહી છે, તેવો મસેજ તેના ફેન્સ સુધી પહોંચાડી રહી છે.
નિશા શેર કરી સકારાત્મક પોસ્ટ
તેણે પોસ્ટમાં લખ્યું છે કે, હું એ દરવાજામાંથી બહાર આવી ચૂકી છું, જેમાં અવરાધોની સાંકળે મને જકડી રાખી હતી. હું પહેલાની નિશાને છોડી નથી રહી, પરંતુ પોતાને નવા રૂપમાં સંભાળી રહી છું. આ શક્તિઓથી હું પહેલા અજાણ હતી. હું મારા મન, શરીર અને આત્માનો આભાર માનું છું, કારણને તેઓ હંમેશા મારી સાથે રહ્યા છે. હું જીવનભર મારી પોતાની બેસ્ટી છું.