ગુજરાત

gujarat

ETV Bharat / sitara

NCBએ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહની કરી ધરપકડ, પતિ હર્ષની પૂછપરછ શરૂ - ભારતી સિંહના ઘરે એનસીબીના દરોડા

સુશાંત સિંહના મોત બાદ બૉલિવૂડમાં ડ્રગ્સ મામલે અનેક કલાકારોના ઘરે રેડ પાડવામાં આવી છે. આ કડીમાં NCBએ સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના ઘરે રેડ પાડી તેની ધરપકડ કરી છે. તેમજ તેના પતિ હર્ષ લિંબાચિયાની પૂછપરછ ચાલી રહી છે.

Bharti Singh
Bharti Singh

By

Published : Nov 21, 2020, 7:49 PM IST

  • NCBએ કરી સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ
  • ભારતીના પતિ હર્ષની પણ કરવામાં આવી રહી છે પૂછપરછ
  • સુશાંત સિંહના મોત બાદ ગરમાયું છે ડ્રગ્સ કનેક્શન

મુંબઈ (મહારાષ્ટ્ર): નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ (એનસીબી) સવારે સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈ સ્થિત ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, NCBની ટીમે અંધેરી, લોખંડવાલા અને વર્સોવા ક્ષેત્ર સહિત ત્રણ જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા છે. પૂછપરછ બાદ એનસીબીએ ભારતીસિંહની ધરપકડ કરી છે. તે જ સમયે NCB દ્વારા ભારતીના પતિ હર્ષની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.

સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું હતું કે સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના પ્રોડક્શન ઓફિસ અને ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. બંને જગ્યાએથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. તેમજ ભારતી અને તેના પતિ હર્ષ લિંબાચિયા બંનેએ ગાંજાના સેવનનો સ્વીકાર કર્યો છે, ત્યારબાદ ભારતી સિંહની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં હર્ષ લિંબાચીયાની પૂછપરછ હજી ચાલુ છે.

ભારતીના ઘરે NCBના દરોડા

સ્ટેન્ડઅપ કોમેડિયન ભારતી સિંહના ઘરે NCBએ દરોડા પાડ્યા હતા. ભારતીનું ઘર મુંબઇના લોખંડવાલા વિસ્તારમાં છે, જ્યાં એક ટીમ તપાસ કરી રહી છે. આ સાથે જ NCB અન્ય ઘણા બૉલિવૂડ કલાકારો સહિત ટીવી કલાકારોના ઘરે પણ રેડ પાડી છે.

ABOUT THE AUTHOR

...view details