ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઓ મા માતાજી... 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતા આને કરી રહી છે ડેટ! નામ જાણી જેઠાલાલને આવશે ગુસ્સો - તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા

મુનમુન દત્તા જે વ્યક્તિને ડેટ કરી રહી છે તે બહારનો નથી, પરંતુ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉમાં તેની સાથે કામ કરે છે. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની જાણકારી સામે આવી છે. એટલું જ નહીં બંને વિશે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ અને પરિવારને ખબર છે.

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો દરેક સભ્ય આ વાતથી વાકેફ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો દરેક સભ્ય આ વાતથી વાકેફ

By

Published : Sep 10, 2021, 1:08 PM IST

  • 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની બબીતાને લઇને મોટો ખુલાસો
  • શૉમાં જ સાથે કામ કરી રહેલા કલાકારને કરી રહી છે ડેટ
  • બંનેના સંબંધને લઈને ટીમ અને પરિવારને છે જાણ
  • લાંબા સમયથી એકબીજાને કરી રહ્યા છે ડેટ

ન્યુઝ ડેસ્ક: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શૉથી જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે આ સમાચાર શૉમાં બબીતાજીનું પાત્ર ભજવી રહેલી મુનમુન દત્તાથી જોડાયેલા છે. મુનમુન દત્તા છેલ્લા અનેક મહિનાઓથી શૉથી દૂર હતી, ત્યારબાદ હવે શૉમાં તે પાછી ફરી છે. બબીતાજી તારક મહેતાનું એક ઘણું જ પ્રખ્યાત પાત્ર છે. ફેન્સ મુનમુન દત્તા વિશે નાના-મોટા તમામ સમાચાર જાણવા ઇચ્છતા હોય છે. તો આજે અમે તમને બબીતાજી એટલે કે મુનમુન દત્તા વિશે જોડાયેલી મહત્વની જાણકારી આપીશું.

ટપ્પુને ડેટ કરી રહી છે મુનમુન દત્તા

એક રિપોર્ટ પ્રમાણે મુનમુન દત્તાની પર્સનલ લાઇફને લઇને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે મુનમુન દત્તા જે વ્યક્તિને ડેટ કરી રહી છે તે બહારનો નથી, પરંતુ શૉમાં જ તેમની સાથે કામ કરે છે. જી હાં, જેઠાલાલના જીગરના ટૂકડા ટપ્પુ એટલે કે રાજ અંદકતને મુનમુન દત્તા ડેટ કરી રહી હોવાનું સામે આવી રહ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા છે. તો મુનમુનના ઇન્સ્ટાગ્રામ પર રાજની ટિપ્પણીઓએ તેમના સંબંધ પર વિચારવા માટે ફેન્સને મજબૂર કરી દીધા છે. હવે જાણવા મળી રહ્યું છે કે તેઓ બંને સારા મિત્રો નહીં, પરંતુ તેનાથી કંઇક વધારે છે.

'તારક મહેતા' શૉના દરેક સભ્યને પણ છે જાણ

ટીમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો દરેક સભ્ય એ વાતથી વાકેફ છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે. આ મામલે જોડાયેલા એક સૂત્રનું કહેવું છે કે, મુનમુન દત્તા અને રાજ અંદકતના પરિવારને પણ બધી જાણ છે. રિપોર્ટમાં સૂત્રો પ્રમાણે કહેવામાં આવ્યું છે કે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ટીમ બંનેના સંબંધને સન્માનની નજરથી જુએ છે. કોઈપણ બંનેની મજાક નથી ઊડાવતું. બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. મુનમુન દત્તા અને રાજની વચ્ચે ઉંમરમાં 9 વર્ષનો તફાવત છે.

વધુ વાંચો: 'તારક મહેતા...' સિરયલની બબીતા સામે જાતિવાદી શબ્દના ઉપયોગ કરવા બદલ FIR દાખલ

વધુ વાંચો:'તારક મહેતા....' સિરીયલના પિન્કુએ કર્યું બોડી ટ્રાન્સ્ફોર્મેશન, તેને જોઈ તમામ લોકો મૂકાયા આશ્ચર્યમાં

ABOUT THE AUTHOR

...view details