મુંબઈ: મોહેનાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો છે જેમાં તે મેડિકલ સ્ટાફ સાથે જોવા મળી રહી છે અને જણાવી રહી છે કે આખરે એક મહિના બાદ તેઓ કોરોના નેગેટિવ થયા છે.
એક મહિના સુધી જંગ લડી આખરે મોહેના કુમારીએ કોરોનાને આપી માત - મોહેના કુમારી કોરોના નેગેટિવ
"યે રિશ્તા ક્યા કહેલાતા હૈ" ફેમ અભિનેત્રી મોહેના કુમારી સિંહ એક મહિના સુધી કોરોના સામે લડત લડી આખરે સ્વસ્થ થઇ ગઇ છે. તેણે તેની રિકવરીના સમાચાર તેના સોશીયલ મીડિયા પર શેર કર્યા હતા.
હું એઇમ્સ ઋષિકેશ ની મેડિકલ ટીમનો આભાર માનું છું. જેમણે અમારી મદદ કરી.હું મારી જિંદગીમાં ઘણા ડોકટરો, કમ્પાઉન્ડર, નર્સ, તથા મેડિકલ સ્ટાફને મળી છું. તેઓ તમામ ધર્મના, તમામ ઉંમરના લોકોની સેવા કરે છે. હું તેમના માટે પ્રાર્થના કરવા માંગુ છું. હેપી નેશનલ ડોક્ટર્સ ડે."
અભિનેત્રીએ જણાવ્યું કે પહેલા તેની સાસુને તાવ આવ્યો હતો અને તેમના દ્વારા ઘરના સભ્યોમાં સંક્રમણ ફેલાયું. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. એટલે તેઓ આશ્વસ્ત હતા. પછી તેમણે જોયું કે તેમનો તાવ ઓછો થઇ રહ્યો ન હતો. ત્યારબાદ બધાનો રિપોર્ટ કરાવતા તેઓ પોઝિટિવ નીકળ્યા.