ગુજરાત

gujarat

ETV Bharat / sitara

સત્યમેવ જયતે-2: મિલાપ ઝવેરીએ 'હલ્ક' સાથે કરી જ્હોનની કરી તુલના - જોનની તુલના

આવનાર એક્સન-થ્રિલર ફિલ્મ 'સત્યમેવ જયતે-2'ના દિગ્દર્શક મિલાપ ઝવેરીએ સોશિય મીડિયા પર સુપરહીરો 'હલ્ક'નો એક ફોટો શેર કરી ફિલ્મના લીડ સ્ટાર જ્હોન અબ્રાહમ સાથે તુલના કરી હતી અને ખુલાસો કર્યો કે, જ્હોન આવનારી ફિલ્મમાં આ પ્રકારનું કંઇક કરવાનો છે.

સત્યમેવ જયતે 2 : મિલાપ જવેરીએ 'હલ્ક' સાથે કરી જોનની તુલના
સત્યમેવ જયતે 2 : મિલાપ જવેરીએ 'હલ્ક' સાથે કરી જોનની તુલના

By

Published : Mar 11, 2020, 1:17 PM IST

મુંબઇઃ માર્વલ સુપરહીરો 'હલ્ક'નો ટ્રકને ધક્કો દેનારી ફોટો વાયરલ થયો છે. આ અંગે દિગ્દર્શક મિલાપ ઝવેરીએ જણાવ્યું કે, જ્હોન પર આવનારી ફિલ્મ 'સત્યમેવ જયતે-2'માં પણ આ પ્રકારનું કંઇક કરતો જોવા મળશે.

ઝવેરીએ સત્યમેવ જયતેનું પણ દિગ્દર્શન કર્યું હતું, ટ્વિટર પર માર્વલ સિનેમેટીક યૂનિવર્સના સૌથી બળવાન યોદ્ધા 'હલ્ક'નો ફોટો શેર કરી લખ્યું કે, 'સત્યમેવ જયતે-2'માં જ્હોન અબ્રાહમની એક ઝલક. જે આવું જ કંઇક કરવા જઇ રહ્યાં છે.

સત્યમેવ જયતે 2 : મિલાપ જવેરીએ 'હલ્ક' સાથે કરી જોનની તુલના

ગત વર્ષના ઓક્ટોબરમાં જ્હોન અબ્રાહમની ફિલ્મનો પહેલો લુક શેર કર્યો હતો, જેમાં તે પોલીસની વર્ધીમાં હતો અને તે શર્ટને ચીરતાની સાથે છાતી પર છુપાયેલ તિરંગાને દેખાડી રહ્યો છે. 'સત્યમેવ જયતે'માં અભિનેતાએ એક વિદ્રોહીનો ભાગ ભજવ્યો હતો અને ભ્રષ્ટ પોલીસવાળાઓને સબક શીખવાળ્યો હતો. ફિલ્મના બીજા ભાગમાં દિવ્યા ખોસલા પણ ફિમેલ લીડનો કિરદાર નિભાવી રહી છે. આ ફિલ્મ 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થશે.

ABOUT THE AUTHOR

...view details