ગુજરાત

gujarat

ETV Bharat / sitara

મહાભારતના એક સીનમાં કુલર હોવાની આશંકાએ બન્યા મીમ્સ, એક ફેન્સે કહ્યું કે કુલર નહી પણ... - મહાભારત

મહાભારતના એક સીન પર સોશિયલ મીડિયમાં ખુબ ટ્રોલિંગ અને મીમ્સ બની રહ્યાં છે. સીનમાં ભીષ્મપિતામહ પાછળ કઈંક કુલર જેવું દેખાતા ટ્રોલર્સ મીમ્સ બનાવી રહ્યાં છે. પરંતુ વાસ્તવમાં તે કુલર નથી, તો શું છે જાણો...

Etv Bharat
mahabharat

By

Published : Apr 25, 2020, 8:27 PM IST

મુંબઈઃ 'મહાભારત'નો એક સીન સોશિયલ મીડિયામાં ખુહ જ વાઈરલ થઈ રહ્યો છે. ભીષ્મ પિતામહનો એક શોટ હતો, જેમાં તેની પાછળ કુલર જેવુ કઈંક દેખાઈ છે. આ ફુટેજને જોઈ સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ અને મીમ્સ બની રહ્યાં છે.

આ સીનને લઈ અનેક ફેન્સ સામે આવ્યાં છે. જે દાવો કરી રહ્યાં છે કે તે કુલર નથી પરંતુ મહેલનો એક સ્તંભ છે. આ યુઝર્સે તે સીનને એક આખો ફોટો શેર કર્યો છે અને જણાવ્યું કે ભીષ્મપિતામહ પાછળ કુલર જેવું કઈંક દેખાઈ છે તે કુલર નહી પરંતુ મહેલનો એક સ્તંભ છે.

યુઝર્સના આ ટ્વિટનું બીજ અન્ય ફેન્સ સમર્થન કરી આ વાતને વધારે ફેલાવી રહ્યાં છે.

કુલર નહી પણ સ્તંભ હોવાની વાત કહેતા એક ચાહકે એક મીમ પોસ્ટ કર્યો જેમાં બે ફોટોગ્રાફ્સનો કોલાજ છે. પહેલા ભાગમાં ભીષ્મ પિતામહનો એક જ શોટ છે જ્યારે બીજા ભાગમાં 'ગેંગ્સ ઓફ વાસીપુર' નો સરદાર ખાન કોઈ વ્યક્તિનું માથુ પકડીને બળપૂર્વક કંઈક બતાવી રહ્યો છે, અને લખ્યું છે, 'જુઓ તે કુલર નથી, તે સ્તંભ છે.'

આપને જણાવી દીએ કે, કોરોના લોકડાઉનને કારણે દુરદર્શન પર મહાભારત, રામાયણ અને શક્તિમાન જેના શો ફરી પ્રસારિત કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details