મુંબઈઃ તાજેતરમાં જ સમાચાર આવ્યા હતા કે, સતીષ કૌલ લુધિયાણાના વિવેકાનંદ વૃદ્ધાશ્રમમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યાં છે. થોડા સમય પહેલા તબિયત નબળી હોવાને કારણે સતીષને લુધિયાણાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. આ અભિનેતાની હાલત આજે એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેમની પાસે દવાઓ અને ખાવા-પીવા માટે પણ પૈસા નથી.
મહાભારતના દેવરાજ ઈન્દ્રની દયનીય હાલત, વૃદ્ધાશ્રમમાં વ્યતીત કરી રહ્યાં છે જીવન - Satish Kaul BR Chopra's epic show Mahabharata
પંજાબી ફિલ્મોથી માંડીને અનેક ટીવી સિરિયલોમાં અભિનેતા સતિષ કૌલે પોતાના શાનદાર અભિનયથી લોકોનું દિલ જીતી લીધું હતું. સતિષે 'મહાભારત'માં દેવરાજ ઇન્દ્રની ભૂમિકા ભજવી હતી. આ અભિનેતા આજે દુઃખ ભરી જીંદગી જીવવા માટે મજબૂર છે.
![મહાભારતના દેવરાજ ઈન્દ્રની દયનીય હાલત, વૃદ્ધાશ્રમમાં વ્યતીત કરી રહ્યાં છે જીવન mahabharat-actor-satish-kaul-forced-to-live-in-old-age-home](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7295475-550-7295475-1590074796007.jpg)
મહાભારતના દેવરાજ ઈન્દ્રની દયનીય હાલત, વૃદ્ધાશ્રમમાં વ્યતીત કરી રહ્યાં છે જીવન
એક રિપોર્ટ પ્રમાણે સતીષ કૌલે લુધિયાણામાં એક એક્ટિંગ સ્કૂલ ખોલી હતી, જેમાં તેમણે પોતાની બધી જમા મૂડી લગાવી દીધી હતી. આ એક્ટિંગ સ્કૂલ ચાલી નહોતી અને સતીષના તમામ પૈસા ડૂબી ગયા હતા. સતીષની પત્ની અને બાળકો પણ સતીષને છોડીને અમેરિકા શિફ્ટ થયા હતા અને સતીષની હાલત વધુ કથળી હતી.