ગુજરાત

gujarat

ETV Bharat / sitara

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનું હાર્ટ એટેકથી નિધન

બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન થયું છે. શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ સરોજ ખાનને 17 જૂને મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું નિધન , 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફર કર્યો
બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું નિધન , 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફર કર્યો

By

Published : Jul 3, 2020, 5:21 PM IST

  • કોરિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન
  • સરોજ ખાને પોતાની 4 દાયકાની કેરિયરમાં 2 હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યાં
  • દિગ્ગજ કારિયોગ્રાફરે માત્ર ૩ વર્ષની ઉંમરમાં જ બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે પોતાની કેરિયર શરૂ કરી
  • સરોજ ખાન ડાયાબિટીઝ સહિત અન્ય બીમારીઓનો સામનો કરી રહ્યાં હતા
  • મુંબઈના બ્રાન્દ્રા સ્થિત ગુરૂ નાનક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા

મુંબઈ: બોલીવૂડના જાણીતા કોરિયોગ્રાફર સરોજ ખાનનુ કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયુ છે. તેમની ઉમંર 71 વર્ષની હતી. સરોજ ખાને તેમની ચાર દાયકાની કારકિર્દીમાં 2000થી વધુ ગીતો કોરિયોગ્રાફ કર્યા હતા. અભિનેત્રી માધુરી દિક્ષિત સાથે તેમની જોડી સૌથી વધુુ યાદગાર બની રહી હતી.

માધુરી દિક્ષિતે ટ્વીટ કરીને કહ્યું કે, મારા મિત્ર અને મારા ગુરૂના નિધનથી હુ સાવ તુટી ગઇ છુ. ડાંસમાં મને સંપૂર્ણ પણે તેમણે મદદ કરી હતી અને મને આ ક્ષમતા સુધી પહોચાડી હતી. તેથી હુ તેમની આભારી છુ. દુનિયાએ આજે એક પ્રતિભાશાળી વ્યક્તિને ખોઇ છે. મને તમારી કાયમ યાદ આવશે. પરિવારને દિલથી મારી સંવેદના.

ABOUT THE AUTHOR

...view details