મુંબઇ: પોપયુલર ટીવી ગેમ શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન માટે આ વખતે રજિસ્ટ્રેશન ઓનલાઇન કરવામાં આવી રહ્યાં છે, જેનું કારણ કોરોના વાઇરસના લીધે દેશભરમાં લગાવામાં આવેલું લોકડાઉન છે.
ભૂતકાળથી કેબીસી રજીસ્ટ્રેશનના પ્રશ્નોની પ્રક્રિયા ચાલી રહી છે. ટીવી ચેનલે કેબીસી રજીસ્ટ્રેશનનો 11મો પ્રશ્ન ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેનો જવાબ બીઆર ચોપડાની 'મહાભારત'માં છુપાયેલો છે.