મુંબઇ: 'કસોટી જિંદગી કી'થી મશહૂર બનેલો અભિનેતા પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જેણે આ જાણકારી શેર કરવા ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી હતી. પાર્થે પોસ્ટમાં લખ્યું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણ હતા. મેં ટેસ્ટ કરાવ્યો અને હું પોઝિટિવ આવ્યો છું. હું મારી આસપાસના લોકોને પણ વિનંતી કરૂ છું કે, તે લોકો પણ કોવિડ-19નો ટેસ્ટ કરી લે. બીએમસી મારી સાથે સતત સંપર્કમાં છે અને હું સેલ્ફ ક્વોરોન્ટાઇનમાં છું. હું બધાં લોકોનો આભાર માનું છું, તમે લોકો પણ સુરક્ષિત રહો અને તમાંરૂ ધ્યાન રાખો.
'કસોટી જિંદગી કી'નો અભિનેતા પાર્થ સમથાન કોરોના પોઝિટિવ - સેલ્ફ ક્વોરોન્ટાઇન
એકતા કપૂરનો ટીવી સીરિયલ કસોટી જિંદગીના શોમાં અનુરાગનો લીડ રોલ કરનાર પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યો છે. જેના કારણે શોનું શૂટિંગ હાલ રોકી દેવામાં આવ્યું છે. પાર્થે ટ્વીટ કરીને કોરોના પોઝિટિવ આવ્યા હોવાની જાણકારી ચાહકોને આપી હતી.
પાર્થ સમથાન કસોટી જિંદગી કીમાં અનુરાગના રોલ માટે બહુ મશહૂર છે. થોડા સમય પહેલાં લોકડાઉન પૂર્ણ થતાં આ સીરિયલનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તેવામાં પાર્થ કોરોનો પોઝિટિવ આવતા હાલ શૂટિંગ રોકી દેવામાં આવ્યું છે.
આ મામલે શોના નિર્માતા બાલાજી ટેલિફિલ્મસે પણ ઇન્સ્ટાગ્રામ પર એક અપડેટ કરી હતી. જેમાં કહેવામાં આવ્યું છે કે, અમે અમારા ઘણા હોદ્દેદારોને કહેવા માંગીએ છીએ કે, શો 'કસૌટી જિંદગી કે'ના પાર્થ સમથાન કોરોના પોઝિટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હવે તેની સારવાર કરવામાં આવી રહી છે. અમારી પહેલી ફરજ એ છે કે, અમારા ટેલેન્ટ, પ્રોટક્શન ક્રૂ અને કર્મચારીઓના સ્વાસ્થ્યની સંભાળ રાખવી. અમે દિશાનિર્દેશો અનુસાર દરેક વસ્તુનું પાલન કરી રહ્યા છીએ અને પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ તબીબી પ્રોટોકોલોનું પાલન કરવાનું ચાલુ રાખીશું.