મુંબઇઃ ટીવી એક્ટર કરણવીર બોહરા ફરી એકવાર પિતા બન્યા છે. તેની પત્ની ટીજે સિંદ્ધુએ દિકરીને જન્મ આપ્યો છે. આ બીજીવાર છે, જ્યારે બંને પેરેન્ટ્સ બન્યા છે. આ પહેલા તેમના ઘરે બે જૂડવા છોકરીઓ બેલા બોહરા અને વિએના બોહરાનો જન્મ થયો હતો.
ટીવી એક્ટર કરણવીર બોહરા ફરી એકવાર પિતા બન્યા
આ વર્ષે ઓગસ્ટમાં બંનેએ સોશિયલ મીડિયા દ્વારા આ જાણકારી આપી હતી કે, તેના ઘરે ફરીથી એક નાનું મહેમાન આવશે. રવિવારે કરણવીરે હોસ્પિટલની બહાર ડાન્સ કરતા પોતાનો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. તેના હાથમાં બેબી કાર સીટ છે.
આ વીડિયો પોસ્ટ કરતા તેમણે લખ્યું હતું કે,- હોસ્પિટલમાં જવું જાણે એમ લાગે છે કે, લવ મેરા હિટ-હિટ કોઇ પણ સમયે ખુશીના સમાચાર આવી શકે છે. છોકરો હોય કે છોકરી હું ભાગ્યશાળી રહીશ.
પત્ની ટીજે આપ્યો 'નન્હી પરી'ને જન્મ
કરણવીરે કહ્યું કે, હાં, મારા ઘરે દિકરીનો જન્મ થયો છે. અમે પહેલા જ નક્કી કરી લીધું હતું કે, દિકરો હોય કે દિકરી, તેનું ખુશીથી સ્વાગત કરીશું. જો છોકરો હોત તો અમારા પરિવારમાં લક્ષ્મી, સરસ્વતી અને ગણેશ હોત. હવે છોકરી છે તો આ લક્ષ્મી, સરસ્વતી અને પાર્વતી છે. હું પોતાને સૌથી વધુ ભાગ્યશાળી સમજું છુંય ઓમ નમઃ શિવાય. વધુમાં જણાવીએ તો કરણવીર અને તેજે 2006 માં લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન બેંગ્લુરૂના આશ્રમમાં થયા હતા.
કરણવીર અને ટીજે હાલમાં કેનેડામાં છે. તેમણે જણાવ્યું હતું કે, બાળકોની જેન્ડરની તપાસ કરવી તે કેનેડામાં લીગલ છે, પરંતુ અમે તેને સરપ્રાઇઝ રાખવા ઇચ્છીએ છીએ. ટીજે ફોટો શેર કરીને લખ્યું કે, અમે એ નથી જાણતા કે, છોકરો છે કે છોકરી. કેનેડામાં આ વાતની જાણકારી લેવાની અનુમતિ છે, પરંતુ અમે તેને સરપ્રાઇઝ રાખીશું અને તેનાથી કોઇ ફરક પડતો નથી પરંતુ હું ખૂબ જ નર્વસ છું. મને ખબર નથી કે, છોકરાને કઇ રીતે ઉછેરી શકાય, પરંતુ મને એ ખબર છે કે, છોકરીઓને કઇ રીતે ઉછેરાય એટલે હું છોકરી જ ઇચ્છું છું.