મુંબઇ: લોકપ્રિય ટીવી અભિનેતા કરણ કુંદ્રા તેની પૂર્વ ગર્લફ્રેન્ડ ક્રિતિકા કામરા અને અભિનેત્રી પૂજા ગૌર સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો, જ્યાં એક યુઝરે તેને મહિલા કહીને ટ્રોલ કર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ લાઇવ વિશે માહિતી આપતા કરણ કુંદ્રા થયો ટ્રોલ - કરણ કુંદ્રા થયો ટ્રોલ
કરણ કુંદ્રાએ ઈન્સ્ટાગ્રામ લાઇવ વિશે માહિતી આપવા માટે બે મહિલાઓ સાથે ફોટા શેયર કર્યા હતા, જેના પર ટ્રોલરે તેને 'લેડી' (મહિલા) કહ્યું હતું. જવાબ આપતાં કુંદ્રાએ કહ્યું, "હા ભાઈ, મને આમાં કોઈ સમસ્યા નથી."
![ઈન્સ્ટાગ્રામ લાઇવ વિશે માહિતી આપતા કરણ કુંદ્રા થયો ટ્રોલ karan kundrra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7175327-129-7175327-1589340158885.jpg)
karan kundrra
કરણે સોમવારે ક્રિતીકા સાથે લાઇવ સેશનની જાહેરાત કરવા માટે ત્રણેયનો ફોટો ઇન્સ્ટાગ્રામ દ્વારા શેયર કર્યો હતો.પરંતુ આ ફોટા પરની કમેન્ટ્સમાં એક યુઝરે '3 લેડિઝ' લખ્યું, એટલે કે તેણે કરણને એક મહિલા પણ કહ્યો હતો. જેના પર, તેણે તે યુઝરે જે જવાબ આપ્યો છે તે હૃદય જીતી જશે.
તેણે લખ્યું, 'હા ભાઈ, અને મને કોઈ સમસ્યા નથી કે તમે મને લેડી કહ્યું. હું તેના બદલે ગર્વ અનુભવું છું. જો વિશ્વમાં કોઈ પણ સૌથી શક્તિશાળી છે, તો તે સ્ત્રી છે.