- કપિલ શર્માના ઘરે થયો દીકરાનો જન્મ
- 2019માં દીકરીનો જન્મ થયો હતો
- 2018માં લગ્ન ગ્રંથીથી જોડાયા હતા
મુંબઇ: અભિનેતા-કૉમેડિયન કપિલ શર્માના ઘરેથી સારા સમાચાર આવ્યા છે. કપિલ શર્મા અને તેમની પત્ની ગિન્ની ચતરથના ઘરે દીકરાએ જન્મ લીધો છે. કૉમેડી કિંગે પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે.
કપિલે ટ્વીટ કરી આપી માહિતી
કપિલએ ટ્વીટ કર્યું કે, 'નમસ્કાર, આજે સવારે અમારા ઘરે દીકરાએ જન્મ લીધો છે. ભગવાનની કૃપાથી મા અને બાળક બંન્ને ઠીક છે. તમારા સૌના પ્રેમ, આશીર્વાદ અને પ્રાર્થનાઓની માટે ધન્યવાદ. લવ યૂ ઑલ, ગિન્ની અને કપિલ.'