મુંબઈ: અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ બીજા બાળકના સ્વાગત માટે સંપૂર્ણ તૈયાર છે. રંગોલીએ જણાવ્યું કે, પતિ અજય ચંદેલ ટૂંક સમયમાં એક બાળકીને ખોળામાં લેવાના છે. કપલે તમામ પેપરવર્ક પૂર્ણ કરી લીધું છે અને આશા કરી રહ્યાં છે કે, થોડા મહિનાઓમાં તેઓ બેબી ગર્લના માતા-પિતા બની જશે.
આ અંગે રંગોલીએ ટ્વિટર પર લખ્યું કે, મારી બહેને અમને આ કરવા માટે પ્રેરિત કર્યા છે. અજય અને મેં પેપરવર્ક કરી લીધું છે અને આશા છે કે થોડા મહિનામાં અમારી સાથે બેબી ગર્લ હશે. કંગનાએ તેનું નામ ગંગા રાખ્યું છે. અમે કેટલા ભાગ્યશાળી છીંએ કે અમે એક બાળકી ઘર અને પરિવારને આપી રહ્યાં છીંએ.