મુંભઈઃ ટેલિવિઝન એક્ટ્રેસ જેનિફર વિંગેટના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 90 લાખ સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ દિવ્યાંકા ત્રિપાઠી દહિયાની જેમ જેનિફર પણ ભારતની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટેલિવિઝન હસ્તીઓમાંની એક બની ગઈ છે.
જો કે કપિલ શર્મા અને મૌની રોય જેવા ટીવી સેલેબ્સ આ રેસમાં જેનિફર કરતા આગળ છે. પરંતુ જેનિફરની ટેલિવિઝન તેમ જ બોલિવૂડમાં પણ હાજરી નોંધપાત્ર રહી છે.